Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાજપીપળા શાળા નં.૪ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણીની શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશનના સહયોગથી શરૂઆત

(રાજપીપળા) રાજપીપળા : આજરોજ નશાબંધી અને આબકારી ખાતા નર્મદા જિલ્લા દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશનના સહયોગથી શાળા નંબર ૪ માં કરવામાં આવ્યું હતું.
 આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અંગે ચર્ચા કરવામાં આવી સાથે સાથે સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું તેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર અનીલભાઈ પટેલ દ્વારા વ્યસન મુક્તિના ચિત્રોનું પણ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હાજર તમામ બહેનોને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા તેમજ રાજા ભરથરી સુનિલભાઈ ચાવડાએ પ્રોજેક્ટના માધ્યમથી માહિતી આપી વ્યસનથી થતા નુકસાન વિષે સમજણ આપી ગુજરાતને વ્યસન મુકત બનાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમ નો આજે શ્રી અન્નપુર્ણ ફાઉન્ડેશને નવો ચીલો ચિતર્યો હતો મુખ્ય અતિથિ તરીકે નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ હાજર રહયા હતા.

(10:43 pm IST)