Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

સાણંદ હેલો વર્લ્ડ સ્કૂલ દ્વારા KD પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિ મહોત્સવ : શિક્ષક વિદ્યાર્થીઓ સહિતના ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાણંદ હેલો વર્લ્ડ સ્કૂલ દ્વારા KD પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિ મહોત્સવ અંતર્ગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સ્કુલના મેનેજીંગ ડિરેક્ટર નરેન્દ્રસિંહ સોલંકી પ્રિન્સીપાલ જિજ્ઞાસાબેન પટેલ મુખ્ય અતિથી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના મહિલા મોરચાના મંત્રી નિતાબેન પટેલ સાથે ધર્મેન્દ્રભાઈ પટેલ પુર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  દંડક સાણંદ નગરપાલિકા ,
સાણંદ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ મિતેશભાઈ પારેખ,કિસાન મોરચાના મંત્રી પિન્ટુભાઈ પટેલ , સાણંદ સંગઠન સદસ્ય ભરતભાઈ પટેલ (મેમ્બર) તેમજ સ્કુલના બાળકો તથા  વાલીઓ સાથે ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(5:36 pm IST)