Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

વિરમગામની મંગલમ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં પારંપરિક વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું

સોસાયટીના રહીશોએ ડોક્ટર, પોલીસ, વકીલ, દેશભક્તિ, ધાર્મિક થીમ પર વેશભૂષા પ્રસ્તુત કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં નવરાત્રી દરમિયાન માં આદ્યશક્તિની આરાધનાની સાથે ખેલૈયાઓ દ્વારા ગરબા ની રમઝટ બોલાવવામાં આવી રહી છે. વિરમગામ શહેરમાં આવેલી મંગલમ સોસાયટીમાં રહીશો દ્વારા પારંપરિક વેશભૂષા પ્રસ્તુત કરવામાં આવી હતી. સોસાયટીના રહીશોએ પોલીસ વકીલ ડોક્ટર દેશભક્તિ ધાર્મિક થીમ પર વેશભૂષા પ્રસ્તુત કરી હતી. જેમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને ભાગ લેનારા તમામ લોકોને આશ્વાસન ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(5:38 pm IST)