Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

વિરમગામ વોર્ડ નંબર - ૨ મા ગુરુકૃપા સોસાયટીમાં જનભાગીદારીના ૪૦ લાખના રોડ રસ્તાના કામનું ખાત મુહૂર્ત કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શહેરના વોર્ડ નંબર ૨ મા ગુરુકૃપા સોસાયટીમાં જનભાગીદારી ના ૪૦ લાખ ના રોડ રસ્તા ના કામ નુ ખાત મુહૂર્ત વિરમગામ નગરપાલિકા અને વિરમગામ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ ના ઉત્સાહી યુવા નેતા હાર્દિકભાઈ પટેલ, વિરમગામ નગરપાલિકા પ્રમુખ ચેતનભાઈ રાઠોડ, ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર, શહેર ભાજપ સંગઠન ના પ્રમુખ નરેશભાઈ શાહ, મહામંત્રી દેવાભાઇ ઠાકોર, મહામંત્રી મિતેષભાઈ આચાર્ય, ટાઉન પ્લાનીંગ ચેરમેન કામિનીબેન મુનસરા, બાંધકામ ચેરમેન દિલીપસિંહ ધાધલ, દબાણ સમિતિ ના ચેરમેન નારણભાઈ અજાણા, વિસ્તાર ના આગેવાન સુરજી ઠાકોર, હાર્દિક રાઠોડ, પુર્વ મહામંત્રી હિતેશ મુનસરા , સંગઠન ના ઉપ પ્રમુખ જીલુભાઈ કાઠી અને સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા.

(5:41 pm IST)