Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

સુરતમાં ડાયમંડ વર્કર યુનિયને પડતર માંગણીઓને લઇ વિરોધ પ્રદર્શન કર્યું : પોલીસે કામદારોની અટકાયત કરી

ડાયમંડ વર્કર યુનિયને પોતાની માંગણીઓને લઇને કતારગામ દરવાજા ખાતેથી રેલીના આયોજનની જાહેરાત કરી હતી

સુરતમાં પડતર માંગણીઓને લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ડાયમંડ વર્કર યુનિયને પોતાની માંગણીઓને લઇને કતારગામ દરવાજા ખાતેથી રેલીના  આયોજનની જાહેરાત કરી હતી. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને રત્ન કલાકારોની પોલીસે અટકાયત કરી હતી.

 સુરત શહેર પહેલેથી હીરા ઉદ્યોગનું એક તરીકે ઓળખાતું આવ્યું છે કારણ કે દેશભર ની અંદર જે હીરા તૈયાર થાય છે 100 હીરામાંથી 90 હીરા સુરત શહેરમાંથી તૈયાર થઈને જોતા હોય છે ખરેખર સુરતની અંદર આજે હીરા ઉદ્યોગ જે ઓળખાય છે તેની પાછળ મહત્વનો પરિબળ રત્ન કલાકારોની મહેનત છે કારણકે સુરત શહેરની અંદર લાખોની સંખ્યાની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને શહેરો અને બીજાના બીજા રાજ્યોમાંથી આવીને રત્ન કલાકારો આ વ્યવસાય રત્નકલાકરો સંકળાયેલા છે.

(6:52 pm IST)