Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ગુજરાત કેડરના IAS અધિકારી અજય ભાદુની નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરાઈ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઇન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

નવી દિલ્હી : અજય ભાદુની કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાત કેડરના IAS અધિકારી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઇન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

ગુજરાત કેડરના 1999 બેન્ચના અજય ભાદુએ સૂરત અને જૂનાગઢમાં જિલ્લામાં સહાયક કલેક્ટર કલેક્ટર રહી ચૂક્યા છે. તેઓ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના સીએમના સચિવ જેવા હોદ્દા પર કામ કર્યું છે. 2008 અને 2010માં તેમને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે બે વાર શ્રેષ્ઠ કલેક્ટરનો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા

(6:57 pm IST)