Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

ગણદેવીના પોસરી ગામના તળાવમાં સેલ્ફી લેવા જવાનું યુવકને ભારે પડ્યું: ડૂબી જવાથી મોત

ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને થતા ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

ગણદેવી તાલુકાના પોસરી ગામના તળાવમાં સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી લેવા જવાનું યુવકને ભારે પડ્યું છે. તળાવમાં તરીને સેલ્ફી પોઇન્ટ પર જતા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું છે. આર્યન અનીલ ટંડેલ નામનો યુવક તળાવમાં તરી સેલ્ફી પોઇન્ટ સુધી જતાં ખેંચ આવતા દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને થતા ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

(7:27 pm IST)