Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ગુજરાતને નહીં, કોંગ્રેસ કેમ તૂટે છે તે જુઓ : બીજેપી

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા પર BJPનો પલટવાર : કોંગ્રેસના રાજ્યોમાં શું થાય છે તે તમારે જોવું જોઇએ, ગુજરાતનું નહી કોંગ્રેસ કેમ તુટે છે તે જોવાનું કામ તમારું છે

અમદાવાદ, તા. : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ૩૭મી પુણ્યતિથિ નિમેતે કોંગ્રેસ દ્વારા વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું.

પ્રસંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. પ્રભારી રઘુ શર્માએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં બહારના રાજ્યના લોકો જે કોંગ્રેસ વિચારવાળા છે તે ડર અનુભવી રહ્યા છે. જે બાદ ભાજપે પણ પલટવાર કરતા જણાવ્યું છે કે, રઘુ શર્મા પાર્ટ ટાઈમ પ્રભારી છે, તમે ગુજરાતનું નહી કોંગ્રેસ કેમ તુટે છે તે જુઓ. ભાજપના નેતા હિતેશ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત ભાઇચારાવાળુ રાજ્ય છે.

ગુજરાતમાં જેટલા પણ બિનગુજરાતીઓ જે ગુજરાતમાં વસ્યા છે તે તેમનું બીજું ઘર ગુજરાતમાં રાખે છે, તેમના બાળકોને પણ ગુજરાતમાં સેટલ કરીને લગ્ન પણ અહીં કરાવે છે. તેમની નિવૃત્તિનો સમય પણ અહીં દેશના કોઇપણ પ્રાંતનો વ્યક્તિ ગુજરાતમાં આવે છે ત્યારે ગુજરાતના તમામ લોકો તેને સહજતાથી સ્વિકારે છે.

 એટલે કોંગ્રેસના રાજ્યોમાં શું થાય છે તે તમારે જોવું જોઇએ, ગુજરાતનું નહી કોંગ્રેસ કેમ તુટે છે તે જોવાનું કામ તમારું છે. ભાજપના નેતા ઋત્વીજ પટેલે અંગે જણાવ્યુ કે, કોંગ્રેસ પાસે કોઇ જનાધાર નથી, મૃત થવાને આરે આવેલી કોંગ્રેસ પાર્ટીના પાર્ટ ટાઇમ પ્રભાવી એવા ડો. રઘુ શર્મા પોતાની અને કોંગ્રેસની જમીન શોધવા માટે આવા આધારવગરના વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે.

ગુજરાતની જનતા સર્વ સમાજને સાથે રાખીને ચાલનારી જનતા છે. નોંધનીય છે કે, કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ ગુજરાત પર મોટુ નિવેદન આપતા કહ્યું હતુ કે, ભાજપ રાજમાં ગુજરાતથી બહાર આવતા લોકો ભય વચ્ચે જીવ છે. ગુજરાતમા ભય મુક્ત વાતાવરણ હોવું જોઇએ. ગુજરાતની આર્થિક સ્થિતિમાં બહાર લોકોનો પણ મોટો હાથ છે.

રાજસ્થાન અને અન્ય પ્રદેશના લોકોને ગુજરાતમાં કેમ ભય છે? ભયમુક્ત વાતાવરણ મળવું જોઇએ તે ગુજરાતમા મળતું નથી. ગાંધી અને સરદાર વિચારધારા માનવાની વાત ભાજપ કરે છે. પરંતુ માત્ર ભાજપ પોસ્ટર વાળી વિચારધારા માને છે. ભય વાતાવરણ દૂર થશે દેશ એક અંખડ બનશે.

(9:33 pm IST)