Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અંબાજી માતા મંદિરમાં બેસતા વર્ષથી લઇને લાભ પાંચમ સુધી દર્શનના સમયમાં ફેરફાર

10મી નવેમ્બર બાદ દર્શનનો સમય રાબેતા મુજબ યથાવત રહેશે

અમદાવાદ ; આગામી દિવાળીના તહેવારોને લઇને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા બેસતાં વર્ષથી લઇને લાભ પાંચમ સુધી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ બેસતાં વર્ષના દિવસે આરતી સવારે 6થી 6-30 વાગ્યા સુધીના સમયમાં થશે. જયારે દર્શન સવારે 6-30થી 10-45 કલાક સુધી ખુલ્લાં રહેશે. રાજભોગ બપોરે 12થી 12-15 વાગ્યા દરમિયાન અને અન્નકૂટ આરતી બપોરે 12-15થી 12-30 વાગ્યા દરમિયાન થશે. બપોરે 12-30થી 4-15 સુધી ફરીવાર દર્શન ખુલ્લાં રહેશે. સાંજે 6-30થી 7 વાગ્યા દરમિયાન આરતી થશે. ત્યારબાદ સાંજે 7થી રાત્રિના 11 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ 6ઠ્ઠી નવેમ્બરથી લાભ પાંચમ તા. 9મી નવેમ્બર સુધી આરતી સવારે 6-30 વાગ્યાથી 7 વાગ્યા સુધી થશે અને દર્શન સવારે 7થી 11-30 વાગ્યા સુધી દર્શનાર્થી માટે ખુલ્લાં રહેશે. રાજભોગ બપોરે 1230 કલાકે થશે. બપોરે 12-30થી 4-15 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજે 6-30થી 7 વાગ્યા દરમિયાન આરતી અને દર્શન સાંજે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે.

જયારે 10મી નવેમ્બરથી દર્શનનો સમય યથાવત રહેશે. એટલે કે આરતી સવારે 7-30થી 8 વાગ્યા દરમિયાન, દર્શન સવારે 8થી 11-30 રાજભોગ બપોરે 12 કલાકે થશે. બપોરે 12-30 વાગ્યાથી 4-15 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. અને સાંજની આરતી 6-30થી 7 વાગ્યા દરમિયાન અને દર્શન સાંજે 7 કલાકથી 9 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે.

(11:10 pm IST)