Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમદાવાદના થલતેજ વોર્ડમાં એક જ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ

એક કેસ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યો સંક્રમિત થયા: તમામ સંક્રમિતોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા

અમદાવાદ :ગુજરાતમાં કોરોનાના કેસો ઘટાડો થઇ રહ્યો છે. તેવા સમયે અમદાવાદ શહેરના થલતેજ વોર્ડમાં એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં આ પરિવારે વિદેશ જવા માટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં એક કેસ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યો સંક્રમિત થયા હતા.

હાલ તો આ તમામ સંક્રમિતોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.તેમજ આસપાસના લોકોને પણ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા કોન્ટેક ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાલમાં દિવાળી તહેવાર સમયે સંક્રમણ ફેલાતા તંત્ર અને આસપાસમાં લોકોની ચિંતા પણ વધારો થયો છે.

(9:39 am IST)