Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૩જીએ કચ્છમાં : રણોત્સવ ખુલ્લો મૂકશે, જવાનો સાથે દિવાળી ઉજવશે

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છ આવશે

ભુજ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ જવાનો સાથે સરહદ પર દિવાળી ઉજવશે. રાજ્યની ધુરા સંભાળ્યા બાદ પ્રથમ વખત કચ્છ આવી રહેલા મુખ્યમંત્રીના ૩ જી નવે.ના પ્રવાસનો તખ્તો ઘડાઈ રહ્યો છે. ૩ જીએ રણોત્સવ ખુલ્લો મૂકી અને અહીં જ ધોરડો મધ્યે કચ્છ સરહદે ફરજ બજાવતા વિવિધ સુરક્ષા એજન્સીના  જવાનો સાથે દિવાળી મનાવશે. જોકે, હજી મુખ્યમંત્રીનો  સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી. પણ બપોર બાદ ધોરડો આવશે અને રાત્રે પરત ગાંધીનગર જશે એવું પ્રાથમિક આયોજન જાણવા મળી રહ્યું છે.

(6:41 pm IST)