Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સુરતના અલથાણમાં ચાલુ બાઇકે પડી ગયેલ બેગ લેવા ગયેલ પત્નીને અજાણ્યા વાહને ટક્કર મારતા પત્નીનું મોત

સુરત : શહેરનાઅલથાણમાં રહેતા દંપતીને મુંબઇ જવાનું હોવાથી બાઈક ઉપર સુરત સ્ટેશન જવા નીકળ્યા હતા.  ત્યારે ચાલુ બાઇકે  પડી ગયેલી બેગ લેવા ગયેલી પત્નીને અજાણયા વાહન ચાલકે ટક્કર મારતા પત્નીનું મોત થયુ હતુ. ઘટના બાદ વાહનચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ અલથાણ રોડ પર ડુંડીગામ ખાતે આનંદ હોમ્સમાં રહેતા 27 વર્ષીય વિમલ ઉર્ફ બિમલ શ્રીવાસ્તવ અને પત્ની સોનમ (ઉ.વ.25)ને મુંબઈ ખાતે ડોકટરને બતાવવા જવાનું  હોવાથી આજ ેવહેલી સવાર બાઇક પર સુરત રેલવે સ્ટેશન જવા નીકળ્યા હતા. તે સમયે  બમરોલી  ડુંડીગામ રોડ પર પૂલ પાસે ચાલુ બાઈક પરથી બેગ નીચે પડી ગઈ હતી.જેથી વિમલે બાઈક સાઈડમાં ઉભી રાખતા તેમના પત્ની સોનમ બેગ લેવા ગઈ હતી. ત્યારે પુરઝડપે હંકારતા કોઈ અજાણ્યા વાહન ચાલક સોનમને ટક્કર મારીને ભાગી છૂટયો હતો. જેમાં સોનમને ગંભીર ઇજા થતો તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.  વિમલ મુળ ઉતરપ્રદેશના હમીરપુરનો વતની છે. તે  દવાની ડિલિવરીનું કામ કરે છે.પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:59 pm IST)