Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને આરામ કરવા માટે તૈયાર થશે ક્લિપિંગ પોડ હોટેલ

આગામી 15-20 દિવસોમા પ્રોજેક્ટ પૂર્ણ થશે ; મીની હોટલમાં 10 રૂમ તૈયાર કરવામાં આવશે

અમદાવાદ એરપોર્ટ પર ફલાઈટના સમય કરતા વહેલા આવીને બેસતા મુસાફરોને આરામ કરવા માટે એરપોર્ટ ટર્મિનલ બહારના ભાગમાં ક્લિપિંગ પોડ હોટેલ તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે.

અમદાવાદ એરપોર્ટ પર ઘણી ફલાઈટો ઉતરતી હોય છે અને કેટલીકવાર લાંબા અંતરથી આવતા પ્રવાસીઓને વહેલા એરપોર્ટ પર આવવું પડે છે. જો કે, વહેલા આવેલા મુસાફરોને બેસી રહેવું પડે છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓ કોઈ વિકલ્પ ન હોવાના કારણે અમદાવાદ એરપોર્ટ પર બેઠા બેઠા કંટાળી જતા હોય છે. એરપોર્ટ ઓથોરિટીએ ડોમેસ્ટિક એરપોર્ટ પ્રવાસીઓને આરામ મળી રહે તે માટે સ્લીપિંગ પોડ હોટેલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પ્રવાસીઓ માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે.

હાલ અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરના એરાઈવલ પાસેના ભાગમાં સ્લીપિંગ પોડ હોટેલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આગામી 15-20 દિવસોમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે. એસ.એસ મટેરીયલ્સથી તૈયાર કરવામાં આવી રહેલ મીની હોટલમાં 10 રૂમ તૈયાર કરવામાં આવશે. જેમાં યાત્રિકો આરામદાયક અનુભવ કરી શકશે. જોકે હજુ સુધી તેની કિંમત નક્કી કરવામાં નથી આવી

(10:14 pm IST)