Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ખેડા પાસે કાર ચાલકે ટક્કર મારતા રિક્ષામાં સવાર ત્રણ લોકોના કરૂણમોત : ત્રણ ગંભીર

હોટલમાં નાસ્તો કરી રોડ પર આવી રિક્ષામાં બેસવા જતાં હતા. ત્યારે પાછળથી પુરપાટે આવતી કારએ ધડાકા ભેર રિક્ષા પાછળ ઘૂસી ગઈ: અકસ્માત બાદ કાર ચાલાક ફરાર

ખેડા પાસે કાર અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત થયા છે અને રીક્ષામાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તેોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં રહેતા મોહમદ ફારુખ અનવરભાઈ શેખ આજે પોતાની રીક્ષામાં સબંધીઓને ખેડા જિલ્લાના માતર પંથકના હાઇવે પરથી પસાર થતાં હતા. આ સમયે માતર નજીક એપેક્ષ હોટલમાં નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરી રોડ પર આવી રિક્ષામાં બેસવા જતાં હતા. ત્યારે પાછળથી પુરપાટે આવતી કારએ ધડાકા ભેર રિક્ષા પાછળ ઘૂસી ગઈ હતી. જો કે, આ બનાવમાં રિક્ષામાં સવાર ઇરફાન શેખ (ઉં. વ. 46) ,તેમજ મુમતાજ બાનું અનવર ભાઈ શેખ (ઉં. વ. 65)ને શરીર પર ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

જો કે, આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ માતર પોલીસને કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ફારૂક અનવર ભાઈ શેખની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(10:16 pm IST)