Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી 14 વર્ષના બાળકે 650 કિમી.ના અંતરની પ્રથમ અશ્વ સવારી યાત્રાની શરૂઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : બનાસકાંઠા જિલ્લાના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી રાજ્ય માટે સૌથી લાંબી હોર્ષ રાઈન્ડિંગ માટે રેકોર્ડ સ્થાપિત કરવા અશ્વયાત્રા શરૂ કરવામાં આવી હતી, આ અશ્વયાત્રામાં 14 વર્ષના બાળક સહિત અન્ય 4 અશ્વ સવરો જોડાયા હતા તેમજ નર્મદા પોલીસના સાહિયોગથી ફ્લેગ ઓફ કરી ભારતની 650 કિમીની સૌથી લાંબી અશ્વ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી

 બનાસકાંઠા જિલ્લાના જસરા ગામના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના અને ગુજરાતના સૌથી મોટા અશ્વ શો યોજાય છે તેમજ અશ્વની વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજવામાં આવે છે. સૌથી લાંબી અશ્વસવારી નો અત્યાર સુધીનો ભારત નો રેકોર્ડ પંજાબ રાજ્યના અશ્વ સવારના નામે છે તેઓએ 613 કિમી લાંબી સવારી કરી રેકોર્ડ સ્થાપિત કરવલ છે આ રેકોર્ડ તોડવા અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા એકતા યાત્રાના ભાગ સ્વરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતેથી આજરોજ 650 કિમી લાંબી અશ્વસવારીની શરૂઆત કરવામાં આવી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી થી શરૂ કરેલી અશ્વયાત્રા શ્રી રામ અશ્વ શો, અખલુંજ ગામ( મહારાષ્ટ્ર ) ખાતે તેનું સમાપન થશે જેનું અંતર 650 કિમિ નું થાય છે, આ અશ્વ યાત્રાના અશ્વ સવાર જય વ્યાસ જે ફક્ત ૧૪ વર્ષના છે તેમની સાથે અન્ય બે વ્યક્તિ જેમાં એક મહિલા છે એવા પાંચ અશ્વસવારોએ આ યાત્રામાં ભાગ લીધો હતો, કેવડીયા ડી.વાય.એસ.પી વાણી દુધાતના હસ્તે લીલી ઝંડી ફરકાવી ભારતની સૌથી લાંબી અશ્વયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો
ગુજરાત રાજ્ય માટે રેકોર્ડ સ્થાપિત કરવા જઇ રહેલા અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબને સહયોગ કરવા નર્મદા પોલીસમાંથી કેવડિયા ડી.વાય.એસ.પી વાણીબેન દુધાત હાજર રહ્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી તેઓએ લિલી ઝંડી ફરકાવી અશ્વયાત્રાનો શુભઆરંભ કરાવ્યો હતો, તેમજ 14 વર્ષના બાળક સહિત અન્ય અશ્વસવારોને અશ્વસવારીનો રેકોર્ડ સ્થાપિત કરવા અભિનંદન પાઠવ્યા હતા.

(10:26 pm IST)