Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાજપીપળામાં રેલવે ચાલુ કરવા અને કેવડિયા સુધી લાઇન જોડવા બાબતે કાપડ એસો.મંત્રીની વડાપ્રધાનને રજુઆત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા માં રેલવે ચાલુ કરવા અને રાજપીપળાથી કેવડીયા સુધી જોડવા બાબતે રાજપીપળા કાપડ એસોસિએશનના મંત્રી કૌશલભાઈ કાપડિયા દ્વારા પીએમ મોદીને રજુઆત કરવામાં આવી છે.

  કૌશલભાઈએ પીએમઓ કાર્યાલયના ઈમેલ ઉપર મેલ મારફતે રજુઆત કરતા જણાવ્યું છે કે નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપલા કે જે છેલ્લા ઘણા વર્ષોથી રેલ્વેથી વંચિત છે અને આ જિલ્લામાં વર્લ્ડનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ રાજપીપળાથી 25 કઈ.મી.દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે અને એ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર પણ છે પણ દુઃખ સાથે જણાવવાનું કે જ્યારે ભારતમા મેટ્રો ટ્રેનનું ચાલુ કરવાનું કામ ચાલી રહ્યું છે એવા ટાઇમમાં રજવાડી રાજપીપળા રેલવે થી વંચિત છે હાલ મુંબઈ,સુરત,અંકલેશ્વર થી આવતી ટ્રેન વાયા વડોદરા થઈને કેવડિયા જાય છે એના કારણે ઘણો લાંબો સમય અને કિલોમીટર વધી જાય છે જેથી આ ટ્રેન અંકલેશ્વરથી વાયા રાજપીપળા થઈને કેવડિયા જાય અને કેવડીયાથી મુંબઈ જતી ટ્રેન વાયા રાજપીપલા થઈને જાય તો વધારે પેસેન્જર પણ મળી રહેશે અને રાજપીપલાના વેપારીઓ ને મુંબઈ અને સુરત ખરીદી કરવા જવામાં પણ સરળતા રહેશે અને રાજપીપલાની જનતાને તેમજ અંકલેશ્વર નોકરી કરતા અને રોજ મુસાફરી કરતા પેસેન્જર માટે પણ સરળતા રહેશે એના માટે રાજપીપલાથી કેવડિયા રેલવે લાઇન જોડવામાં આવે એવી અમારી વિનંતી છે આગળ રાજપીપલાથી અંકલેશ્વરની ટ્રેન ચાલુ હતી પણ એકદમ ધીમી ગતિએ ચાલતી હોવાથી ખોટ જતાં બંધ કરવામાં આવી છે અને રેલવે ટિકિટ રીઝર્વેશન બારી પણ થોડા સમય પહેલાંજ બંધ કરવામાં આવેલ છે એને પણ ઝડપથી ચાલુ કરાવવા માટે અમારી નમ્ર વિનંતી છે તેમજ જો આ રેલ્વે ચાલુ થાય અને કેવડિયા સુધી લંબાવવામાં આવે તો રાજપીપલા માં હાલ જે વેપાર ધંધા પડી ભાંગ્યા છે એને પણ વેગ મળશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આવતા પ્રવાસીઓ રાજપીપલા માં આવે એના માટે રાજપીપલા નો પણ વિકાસ થાય એવી વિનંતી છે આગળ પણ અમે આ રજૂઆત છોટાઉદેપુર સાંસદ અને ભરૂચ સાંસદ સભ્યો ને કરેલ છે તેમજ જિલ્લા કલેકટર દ્વારા પણ DRM વડોદરા ને રજૂઆત કરેલ છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી તો હવે આપ આ માટે મદદરૂપ થાઓ એવી આશા સેવી છે.

(10:29 pm IST)