Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ખામર ગામના વણાંકમાં આઇસર ટેમ્પો પલટી ખાતા 2 ના ઘટના સ્થળે મોત : ત્રણને ઇજાઓ થતા સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર ગામ નજીક એક આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા ટેમ્પોના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અંદર બેઠેલા ત્રણને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.

 આમલેથા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ આજે તા.2.11.21ના રોજ આઇશર ટેમ્પો નંબર MH.18.BG.6447 નો ચાલક શ્યામ સૂકા પાટીલ કપાસ ખાલી કરી પરત ફરતા હતા ત્યારે તેના કબ્જામનો ટેમ્પો પુરપાટ હંકારી લાવતા ખામર પાસે ટેમ્પો પલટી ખાઈ જતા ચાલાક શ્યામ સૂકા પાટીલ,ક્લીનર યુવરાજ પલટી ખાઈ ગયેલા ટેમ્પો નીચે દબાઈ જતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કેબિનમાં બેઠેલા ત્રણને ઇજાઓ થતા 108 મારફતે રાજપીપળા સિવિલમાં દાખલ કરાયા હતા.હાલ આમલેથા પોલીસે ટેમ્પો ચાલક શ્યામ પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:32 pm IST)