Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની ઇ.એમ.ઇ.સ્કૂલ ધ્વારા ૧૫૦ જવાનો સાથે કેવડીયા SOU સુધી યોજાયેલી સાયકલ રેલી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ ધ્વારા ફ્લેગ-ઇન કરી સાયકલ યાત્રી જવાનોનું કરાયું સ્વાગત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ગઇકાલે સમગ્ર દેશમાં“આઝાદીના અમૃત મહોત્સવ”ની થીમ આધારિત રાષ્ટ્રીય એક્તા દિવસની થયેલી ઉજવણીના ભાગરૂપે વડોદરાની ઇ.એમ.ઇ. સ્કૂલ ધ્વારા યોજાયેલી સાયકલ રેલી ગઇકાલે બપોરે કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે આ સાયકલ રેલીના યાત્રીઓને ફ્લેગ-ઇન કરી સ્વાગત સાથે તેમને આવકાર્યા હતાં.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે, તા.૩૧ મી ઓક્ટોબર,૨૦૨૧ને રવિવારના રોજ સવારે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર અને ઇ.એમ.ઇ. સ્કૂલના કમાન્ડન્ટએ સંયુક્ત રીતે લીલીઝંડી ફરકાવી ઉક્ત સાયકલ રેલીને કેવડીયા માટે પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ભાગ લીધેલ ૧૫૦ જેટલા સુરક્ષા જવાનોએ વડોદરાથી ૧૧૦ કિ.મી. જેટલું અંતર કાપીને કેવડીયા ખાતે બપોર બાદ આવી પહોંચ્યા બાદ આ સાયકલ રેલીને આવકાર અપાયો હતો. ત્યારબાદ આ સાયકલ રેલીના જવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની ભાવવંદના કરી હતી

(10:33 pm IST)