Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ઢોલાર ગામમાં સરપંચમાં ઉભા રહેવા બાબતે બે પક્ષે માથાકૂટ થતા હથિયારો સાથે આવી ધમકી આપનાર 04 વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં સરપંચમાં ઉભા રહેવા બાબતે બે પક્ષે માથાકૂટ થતા આમલેથા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુધાબેન હિતેશભાઈ વસાવા(રહે.ઢોલાર)ની ફરીયાદ મુજબ તેઓ ઢોલાર ગામના સરપંચ હોય જેથી સુનિલભાઈ સુરેશભાઈ વસાવા તથા નિકેશભાઈ સુરેશભાઈ વસાવા તારીખ 31મીએ સવારે 8.30 વાગે હાથમા હથીયારો લઈ તેમના ઘર આગળ આવી તેમના પતિ હિતેશભાઈ બાલુભાઈ વસાવાને તમો કેમ સરપંચમાં ઉભા રહો છો તમારે આ વખતે સરપંચમાં ઉભા રહેવાનુ નથી આ વર્ષે સરપંચમાં અમારો ઉમેદવાર ઉભો રાખવાનો છે તેમ કહી ગાળૉ બોલી માર મારવા માટે સામા થઈ જતા હિતેશભાઈએ સુનિલને પકડી લીધા બાદ સુધાબેન અને યોગેશભાઈ બાલુભાઈ વસાવા વચ્ચે પડતા નિકેશ ત્યાંથી નાશી ગયેલ ત્યારબાદ નિકેશ સુરેશભાઈ વસાવા,સુરેશભાઈ નરસિંહભાઈ વસાવા તથા અરુણા બેન સુરેશભાઈ વસાવાનાઓ ત્યાં આવી પ્રેમલત્તાબેન નગીનભાઈ વસાવાને ઢીકાપાટુનો માર મારી મુઢ ઈજા કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોય આમલેથા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:36 pm IST)