Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના- રસીકરણ મહાઝુંબેશની રંગોળી બનાવાઈ

અમદાવાદઃ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના પ્રાંગણમાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીમાં નૂતન વર્ષના આગમનની શુભેચ્છા, દીપ સાથે દેશભરમાં 100-કરોડ નાગરિકોનાં રસીકરણની તબીબી આલમની સફરને વિવિધ રંગો દ્વારા દર્શાવવામાં આવી છે.

આ મહામારીમાં લોકોની સારવાર અને રસીકરણની મહાઝુંબેશમાં દરેક વિસ્તારોમાં ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે અલાયદી 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાઇ છે. જેનો સ્ટાફ દર્દીઓને જલદી સાજા કરવા પ્રયત્ન કરે છે. સાથોસાથ, તહેવારો અને ઉત્સવો પણ ઉત્સાહથી ઉજવે છે. આ વખતના દીપોત્સવી પર્વમાં પણ સિવિલના પ્રાંગણમાં ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે.

(12:22 am IST)