Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૪૬.૪૭ લાખ લોકોએ હજુ બીજો ડોઝ નથી લીધો

ઓમિક્રોનથી દુનિયા પરેશાન : ૧૯૯૧,૭૬૬ લોકોએ પ્રથમ ડોઝ લીધાનાં બેથી ચાર અઠવાડિયા વિતી ગયો છે, બીજો ડોઝ લેવા આવ્યા નથી

અમદાવાદ,તા.૧ : કોરોનાનાં નવાં વેરિન્ટ ઓમિક્રોનથી આખી દુનિયામાં જોખમ વધી ગયુ છે દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં એમિક્રોન વેરિયન્ટનાં કેસીસ નોંધાયા છે. નવાં વેરિયન્ટનાં ભય છતા ગુજરાતમાં હજુ રસીકરણની કામગીરીનાં ભય છતા ગુજરાતમાં હજુ રસીકરણની કામગીરી અંગે સવાલ કર્યા છે. કેમ કે હજુ પણ ૪૬.૪૭લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. ચિંતાનો વિષય એ છે કે, પ્રથમ ડોઝ લીધાનાં છ અઠવાડિયા કરતાં પણ વધુ સમય વિતી ગયો છે છતાં પણ બીજો ડોઝ લેવા લોકો આવ્યાં નથી. પ્રથમ ડોઝનાં આંકડા બતાવીને આરોગ્ય વિભાગ વાહ વાહી લૂંટી રહ્યું છે. પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો એવાં છે જેમણે કોરોનાની બીજી વેક્સીન લીધી નથી. નનવાં વેરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી આશંકા એક તરફ સેવાઇ રહી છે. ત્યારે લોકોમાં એવી સામાન્ય સમજ પ્રવર્તી રહી છે કે, ગુજરાતમાં કોરોનાંનાં કેસ નહિવત છે.

              લોકો અહીં હળવા મૂડમાં પણ આવી ગયા છે. જોકે, એવું નથી કોરોનાએ હજુ વિદાય લીધી નથી. હોસ્પિટલમાં ડોક્ટર્સ હજુ પણ સાવચેતી વર્તવા જણાવે છે. આરોગ્ય વિભાગનાં આંકડા પર નજર કરીએ તો આજે પણ ગુજરાતમાં ૪૬,૪૭,૭૫૦ લોકોએ કોરોનાનો બીજો ડોઝ નથી લીધો. અમદાવાદ શહેરમાં ૬૭,૧૨૬ લોકોએ રસી લીધી નથી. મહેસાણામાં ૩,૪૨,૨૧૨ લોકોએ, બનાસકાંઠામાં ૨,૮૪,૮૪૨ લોકોએ અમરેલીમાં ૩,૩૨૩, ૭૫૦ અને આણંદમાં ૨,૮૪,૪૩૨, છોટા ઉદેપુરમાં ૧,૭૮,૪૬૨ લોકોએ રસી લેવાનું ટાળ્યું છે. નિષ્ણાતો કહી રહ્યાં છે કે, રસી વિનાનાં લોકો કોરોનાનાં વાહક બની શકે છે. કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ લીધાનાં ૨૮ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હોય છે જ્યારે કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ લીધાનાં ૮૪ દિવસ બાદ બીજો ડોઝ લેવાનો હોય છે. ગુજરાતમાં ૧૪,૦૬,૩૭૬ લોકોએ પ્રથમ ડોઝ લીધાના બે અઠવાડિયા ઉપરાંતનો સમય વિતી ગયો છે હજુ બીજો ડોઝ લેવામાં આવ્યો નથી. ૧૯,૯૧,૭૬૬ લોકોએ પ્રથમ ડોઝ લીધાનાં બે થી ચાર અઠવાડિયા ઉપરાંત સમય વિતી ગયો છે. હજુ બીજો ડોઝ લેવા આવ્યા નથી. આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ ૭.૪૧ લાખ લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો. ડોક્ટર્સનું કહેવું છે કે, જો સમયસર વેક્સીનનો બીજો ડોઝ ન લેવામાં આવે તો કોરોનાની વેક્સીન કારગર સાબિત થશે નહીં. લોકોએ જાગૃતિ દાખવવી પડે છે.

(9:06 pm IST)