Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દાહોદ જિલ્લામાં વરસાદનો માહોલ યથાવત : લીમડી, ઝાલોદ, દેવગઢ બારીયા, સિંગવડ, ધાનપુર, લીમખેડા સહિતના વિસ્તારમાં વરસાદ

બે દિવસથી વરસાદી માહોલ હોવાથી ઠંડીમાં વધારો થયો : સતત વરસાદથી ખેડૂતો ચિંતિત

દાહોદમાં વરસાદનો માહોલ આજે પણ યથાવત રહ્યો છે કમોસમી વરસાદનો કહેર. હાલ દાહોદ જિલ્લામાં માવઠાનો માહોલ છે. હવામાન વિભાગે કરેલી અગાહી પ્રમાણે રાત્રિથી દાહોદમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે પણ વરસાદ ચાલુ રહ્યો છે. હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. દાહોદ ઉપરાંત લીમડી, ઝાલોદ, દેવગઢ બારીયા, સિંગવડ, ધાનપુર, લીમખેડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે..બે દિવસથી વરસાદી માહોલ હોવાથી ઠંડીમાં વધારો થયો છે.

(11:44 am IST)