Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સાયબર માફીયાઓ સામે જડબેસલાક કાયદાકીય ગાળિયો તૈયાર કરતા નરસિંહમા કોમાર

અભ્યાસપૂર્ણ ગાઈડ લાઈન, સુરક્ષા લેબ. સાયબર અપરાધીઓનો ડેટાબેઝ રેકોર્ડ પણ તૈયાર, રાજ્ય ગૃહ મંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીને પણ અદભૂત વિશ્વાસ પ્રોજેકટ પર ગૌરવ : ૨૬ પોલીસ મથકો અને ૧૦૦૦ તાલીમબદ્ધ પોલીસ ફોજ મેદાને ઉતરતા વિશ્વાસ પ્રોજેકટના સ્વપ્નદ્રષ્ટા એવા જબ્બર પક્કડ ધરાવતા એડી.ડીજી .લોકોને પણ જાગૃત બની ફરિયાદ તુરંત કરી સહકાર આપવા પણ અપીલ

 રાજકોટ,તા.૨ : આધુનિક અને ડિજિટલ ઇન્ડિયા બનવા તરફ દેશ મક્કમતાથી આગળ વધી રહ્યો છે તેવા સમયે સાયબર ક્રાઈમ માફીયાઓ પણ ડિજિટલ ફ્રોડ કરવા સક્રિય થવાના કારણે ગુજરાત પોલીસ તંત્રને વિશ્વાસ જેઓ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ હોય કે મુખ્ય મંત્રી કે પછી હાલના યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આફ્રિન છે તેવા પ્રોજેકટના શિલ્પી અને સ્વપ્ન દ્રષ્ટા ગુજરાતના એડી.ડીજી નરસિંહમા કોમારે કમ્મર કસી છે.      

 ગુજરાતમાં ૨૪ જેટલા સાયબર ક્રાઈમ પોલીસ મથક પૂરતી પામેલ સ્ટાફ સાથે મેદાને ઉતર્યા છે જેની સંખ્યા ૧૦૦૦ હજારથી વધુ છે, કોઈ પણ વ્યકિત આવા સાયબર ક્રાઇમ અપરાધનો ભોગ બને ત્યારે તુરંત આવા પોલીસ મથકે ફરિયાદ કરી શકે તેવી સુચારુ વ્યવસ્થા અત્યંત સ્વચ્છ છબી ધરાવતા અને પોલીસ તંત્ર પર ભારે પક્કડ ધરાવતા આ આઇપીએસ દ્વારા ગોઠવવામાં આવી છે.  

  આવી તમામ માહિતી નેશનલ લો યુનવર્સિટી દ્વારા યોજાયેલ સમારોહમાં નરસિહમા કોમાર દ્વારા આપવામાં આવી હતી. તેઓ દ્વારા વિશેષમાં જણાવેલ કે,તપાસ માટે અભ્યાસપૂર્ણ ગાઈડ લાઈન તૈયાર કરી છે, સુરક્ષા લેબ ,આવા અપરાધીઓ ની ડિજિટલ રેકોર્ડ ડેટા બનાવવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ દ્વારા લોકોની ફરિયાદો તુરત લેવા અને તે ફરિયાદની વિગતો પણ તુરંત મેળવી ઉચ્ચ લેવલેથી કાર્યવાહી કરવામાં આવી છે, લોકોની ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા કરનાર સામે આકરા પગલાં લેવાની ચેતવણી આપી સંતોષ માનવામાં આવતો નથી. ગુજરાતના તમામ અધિકારીઓ સારી રીતે જાણે છે કે આદેશનો અનાદર કરનાર સામે હળવાશથી જોવાને બદલે નરસિંહમા કોમાર તુરત શો કોઝ નોટિસ ફટકારતાં લોક હિતમાં અચકાતા ન હોવાથી તેની જબ્બર અસર રહે છે ,

ઓન લાઇન સાયબર પીછો કરનાર સામે પણ  કાયદાકીય જોગવાઈ  ૨૦૦૮ થી કરી તે મુજબ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અશ્લીલ સામગ્રી માટે પણ જોગવાઈ હોવાની માહિતી નેશનલ ફોરેન્સિક યુનિ.ના પ્રોફેસર ડૉ.પૂર્વી પોખરાલ દ્વારા આપવામાં આવેલ.

(12:33 pm IST)