Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

માવઠાથી પાકને ભારે નુકશાનઃ માર્કેટિંગયાર્ડમાં રખાયેલો ખેત પેદાશોનો જથ્થો પલળી ગયો

કેટલાક માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી પણ ખોરવાઈ

  અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણાં સ્થળો પર સામે આવ્યા છે.

તાલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ,અમરેલી,જુનાગઢ પંથકમાં જીરુ, ઘંઉ, કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિપાકને નુકશાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા હતા.

(3:46 pm IST)