Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદથી કોબીજ ફલાવરના પાકને પહોંચ્યું નુકશાન

 

 પ્રાંતિજ:તાલુકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો છે. વરસાદના કારણે ફલાવર, કપાસ, કોબીજના પાકને નુકસાન થવાની દહેશત વ્યાપી છે. જેને લઇ ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. મોસમ વિભાગની ત્રણ દિવસીય આગાહી વચ્ચે જિલ્લા સહિત તાલુકામાં વહેલી સવારથીજ ઝરમરિયો કમોસમી વરસાદ પડતા શાકભાજી પકવતા ખેડુતોમાં નારાજગી જેવો મળી  છે  ખેતરામાં તૈયાર થયેલા કપાસ, ફલાવર-કોબીજના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છેસેવ કોબીજના પાકો ઉપર વરસાદી પાણી પડતા અસર જોવા મળશે ત્યારે હાલતો ભર શિયાળે કમોસમી વરસાદ પડતા ખેડુતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે.  બીજીતરફ કમોસમી વરસાદ બાદ ઠંડી અને વાતાવરણ વાદળછાયુ બનતા હજુ પણ વાદળને લઈને  ફલાવરના પાક ઉપર પણ અસર થશે તો વરસાદ ને લઈ અને દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ અને ઠંડા પવનને લઈને હજુ ઠંડી વધશે.

(5:32 pm IST)