Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સુરતના વેસુ કેનાલ રોડ નજીક વોક વે એન્ડ ગાર્ડનમાં લગાવવામાં આવેલ એલઇડી લાઈટની ચોરી કરી તસ્કરો છૂમંતર.....

સુરત: વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનીક વોક વે એન્ડ ગાર્ડનમાં લગાવવામાં આવેલી એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ 159 કિંમત રૂ. 3.18 લાખની ચોરીને ભાગી ગયા હતા. જો કે ઇલેક્ટ્રીક થાંભલા પર ચઢી ચોરી કરનાર બાઇક સવાર ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.

વેસુ કેનાલ રોડ સ્થિત જી.ડી. ગોએન્કા સ્કૂલ નજીક એસએમસીના આઇકોનીક વોર વે એન્ડ ગાર્ડનમાં એલઇડી ઉપરાંત ડેકોરેટીવ લેટરન એલઇડી લાઇટો લગાવવામાં આવેલી છે. એસએમસી દ્વારા કુલ 500 એલઇડી ડેકોરેટીવ લેટરન લગાવેલી હતી જે પૈકી 159 નંગ કિંમત રૂ. 3.18 લાખની ચોરી થઇ ગઇ હતી. જેની જાણ એસએમસીના ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર વિજય ચંદુ પટેલ (રહે. સી/2, સમર્થ એન્કલવ, વીઆઇપી રોડ, વેસુ) તુરંત જ દોડી ગયો હતો અને ઘટના અંગે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પલસર બાઇક નં. જીજે-5 એફજી-8161 પર આવનાર યુવાન ઇલેક્ટ્રીક થાંભલા પર ચઢી ચોરી કરતા નજરે પડયો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)