Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ડેડીયાપાડાના મોટાસુકાઆંબા ગામના ઘરમાંથી રૂપિયા ૮૫,૫૦૦ ની અજાણ્યા બે શખ્સોએ ચોરી કરતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મોટાસુકાઆંબા ગામના એક મકાન માથી ઘરફોડ ચોરી થતા માલિકે અજાણ્યા બે ચોર વિરુદ્ધ ફરીયાદ આપી છે.

  મળતી માહિતી મુજબ દામજીભાઇ ઇશ્વરભાઇ વસાવાનાઓએ આપેલી ફરીયાદ અનુસાર તારીખ ૧ ડિસેમ્બરના રાત્રે દમજીભાઈના ઘરમાં બે અજાણ્યા ચોરએ ઘૂસી ઘરમાં પાકીટમાં મુકેલ તીજોરીની ચાવીથી તીજોરી ખોલી તીજોરીના ડ્રોઅરમાં મુકેલ સોના,ચાંદીના દાગીના તથા પેન્ટના ખિસ્સામાં મુકેલ પાકીટમાંથી રોકડા રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૮૫,૫૦૦ની સોના ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરી નાસી જતા ડેડીયાપાડા પોલીસે બે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:43 pm IST)