Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વંદે ભારત ટ્રેનને ફરીવાર વાપી અને સંજાણ વચ્ચે અકસ્માત :મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી

પશુ વચ્ચે આવી ગયું હોવાનું અનુમાન : સામાન્ય મરામત કરીને ટ્રેનને ફરી રવાના કરાઈ

 સુરત : વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે અકસ્માત નડ્યો છે. મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી હતી. સામાન્ય મરામત કરીને ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી. જો કે, કઈ રીતે અકસ્માત નડ્યો એની સત્તાવાર કોઈ જાણ નથી. પરંતુ પશુ વચ્ચે આવી ગયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રથમ વખત નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો ભોગ બની હોય, આ પહેલા અમદાવાદ અને આણંદ નજીક વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. ત્યારે વલસાડ નજીક ગાય અથડાતા ટ્રેનને અકસ્માત નડ્યો હતો

(12:31 am IST)