Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જનસભાઓમાંᅠવડાપ્રધાન મોદી અને રોડ શોમાં કેજરીવાલે મારી બાજી : રાહુલ ગાંધી પાળ

ગૃહમંત્રી અમિત શાહᅠઅને યોગી આદિત્‍યનાથ પણ છવાયા : કોંગ્રેસ પર કેન્‍દ્રિત રહ્યું ભાષણ

નવી દિલ્‍હી તા. ૨ : સમગ્ર દેશ અને દુનિયાની નજર ગુજરાતમાં ૧૫મી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર છે. તેનું એકમાત્ર કારણ ખુદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી છે, કારણ કે ગુજરાત તેમનું હોમ સ્‍ટેટ છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે બનાસકાંઠાના કાંકરેજ, પાટણ, આણંદ જિલ્લાના સોજિત્રા અને ત્‍યારબાદ અમદાવાદના સરસપુરમાં જાહેર સભાઓને સંબોધશે.

આ સાથે વડાપ્રધાનની કુલ બેઠકોની સંખ્‍યા ૩૦ની નજીક પહોંચી જશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ વલસાડથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તો આજે અમદાવાદમાં સમાપન કરીશું. પીએમ મોદી આ ચૂંટણીમાં સભાઓના મામલામાં પહેલા નંબર પર છે, જયારે અરવિંદ કેજરીવાલ રોડ શોની રેસમાં જીતી ગયા છે. તેમણે AAPના એક ડઝનથી વધુ રોડ શો કર્યા.

૨૦૧૭ની ચૂંટણીમાં પીએમ મોદીએ જોરદાર પ્રચાર કર્યો હતો, જયારે રાહુલ ગાંધીએ કોંગ્રેસની આગેવાની લીધી હતી, પરંતુ આ વખતે તેમણે માત્ર બે જ સભાઓ કરી હતી. તેનાથી વિપરિત અરવિંદ કેજરીવાલ સમગ્ર ચૂંટણી દરમિયાન સક્રિય રહ્યા હતા. બીજા તબક્કા માટે ૫ ડિસેમ્‍બરે મતદાન થશે. આ માટે ૩ ડિસેમ્‍બરે સાંજે ૫ વાગ્‍યાથી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે.

‘યે ગુજરાત હમને બનાયા હૈ' થીમ સાથે, પીએમ મોદીએ આ ચૂંટણી પ્રચારમાં મહત્તમ રેલીઓ યોજી હતી. આ પછી ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ સૌથી વધુ માંગમાં રહ્યા. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતમાં બે ડઝનથી વધુ સભાઓ અને ત્રણ મોટા રોડ શો કર્યા. જેમાં અમદાવાદનો વિશાળ રોડ શો પણ સામેલ થયો હતો. 

પીએમ મોદી સિવાય અમિત શાહ સૌથી વધુ સક્રિય હતા. તેમણે ઘણી સભાઓ કરી અને રોડ શો પણ કર્યા. તો બીજી તરફ કોંગ્રેસ વતી રાહુલ ગાંધીએ માત્ર બે જ બેઠકો કરી હતી. પ્રથમ બેઠક મહુવામાં અને બીજી રાજકોટમાં યોજાઈ હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક-બે જાહેર સભાઓને સંબોધી હતી.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી વતી ભાજપ અને કોંગ્રેસ વિરૂદ્ધ ૨૦ કાર્યક્રમો કર્યા, જેમાં ૧૫ રોડ શો અને ૫ સભા સામેલ હતી. પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન કેજરીવાલ સાથે ચૂંટણી પ્રચારમાં સતત હાજર રહ્યા હતા. તો, ૧ ડિસેમ્‍બરે જયારે તેમણે અમદાવાદમાં પ્રચાર કર્યો ત્‍યારે હરભજન સિંહ પણ હાજર હતા. AAPએ મજબૂત બેઠકો પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું અને ત્‍યાં સતત પ્રચાર કર્યો.

ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીનું ભાષણ કોંગ્રેસ પર પ્રહારો પર કેન્‍દ્રિત હતું. જેમાં નર્મદા યોજના, આતંકવાદ, તુષ્ટિકરણ તેમજ કેન્‍દ્ર અને રાજય સરકારની યોજનાઓ, ડબલ એન્‍જીન સરકાર જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. છેલ્લા તબક્કામાં પીએમ મોદીએ કોંગ્રેસના નેતાઓની દુર્વ્‍યવહારને મુદ્દો બનાવ્‍યો અને તેમના પર ઉગ્ર નિશાન સાધ્‍યું. તો બીજી તરફ કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, મોરબી બ્રિજ દુર્ઘટના, કોરોના રોગચાળો, મુખ્‍યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળના ફેરફાર મુદ્દે ભાજપ પર નિશાન સાધ્‍યું હતું. રાહુલ ગાંધીના ૮ વચનો સાથે પાર્ટી જનતાની વચ્‍ચે ગઈ. આમ આદમી પાર્ટીએ વારંવાર મફત વીજળી, મફત શિક્ષણ, રોજગાર સહિતની અનેક ગેરંટી યોજનાઓ જનતા સમક્ષ મૂકી અને એક તક માંગી.

(11:47 am IST)