Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ગોપાલ ઇટાલીયાના પી.એ.ની અટકાયતઃ જાહેરનામા ભંગનો આરોપ

સુરત, તા.૨: ગોપાલ ઇટાલિયાના પીએની પોલીસે અટકાયત કરી છે. શિવ કુમાર ઉપાધ્‍યાય નામક વ્‍યક્‍તિની અટકાયત કરવામાં આવી છે. કતારગામ વિધાનસભાના મતદાર ન હોવા છતાં આપ કાર્યાલયમાં હાજર હતાં.

તેમના વિરુદ્ધ કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ થઈ છે. ૧૮૮ મુજબ ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી છે. શિવ કુમાર ઉપાધ્‍યાય દિલ્‍હીનો હોવાની વાત સામે આવી છે.

શિવ કુમાર ગોપાલ ઇટાલિયાની પોલિટિકલ સ્‍ટ્રેટેજી બનાવવાનું કામ કરતા હતા. દિલ્‍હી ખાતે રહીને ગોપાલ ઇટાલિયા માટે કામ કરતા હતા. હાલમાં સિંગણપોર પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી 

(1:24 pm IST)