Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સેમ્‍કો મ્‍યુચ્‍યુલ ફંડ દ્વારા ટેકસ સેવર ફંડ લોંચ

અમદાવાદઃ ભારતીય શેરબજારના બેન્‍ચમાર્ક્‍સ તેમની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે ત્‍યારે ફંડ મેનેજર્સ ટેક્‍સ સેવિંગ સાથે વેલ્‍થ ક્રિએશનની તક પૂરી પાડતાં ELSSને આદર્શ રોકાણ વિકલ્‍પ ગણાવી રહ્યાં છે. આ માટેના મુખ્‍ય કારણોમાં એક તો ઈએલએએસએસ મલ્‍ટી-કેપ ફંડ હોવાથી તેમાં ભાવિ લાર્જ-કેપ્‍સ બનવાની શકયતાં ધરાવતાં ક્‍વોલિટી મીડ અને સ્‍મોલ-કેપ્‍સમાં રોકાણ કરી શકાય છે. જે લાંબા ગાળે ઊંચું રિટર્ન પૂરૂં પાડે છે.

બીજું મહત્‍વનું કારણ ઈએલએસએસમાં ત્રણ-વર્ષનો લોક-ઈન ફરજિયાત હોવાના કારણે રોકાણકારે કોઈપણ સ્‍થિતિમાં રોકાણ જાળવી રાખવાનું રહે છે. જે આખરે તેના હિતમાં ઊંચું રિટર્ન રળી આપે છે.લાર્જ-કેપ્‍સમાં ઊંચા વેલ્‍યૂએશન્‍સ વતે ફંડ હાઉસિસ રોકાણકારોને ઈએલએસએસ સ્‍કિમ ઓફર કરી રહ્યાં છે. તાજેતરમાં સેમ્‍કો મ્‍યુચ્‍યુલ ફઁડે ઈએલએસએસ ટેક્‍સ સેવર ફંડ લોંચ કર્યું  હોવાનું  સેમ્‍કોના સીઆઈઓ ઉમેશકુમાર મહેતાએ યાદીમાં જણાવ્‍યું છે.

(3:56 pm IST)