Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

એમેઝોન દ્વારા ‘મશીન ગ્રાહક લોન્‍ચ'

કેતન ખત્રી : અમદાવાદઃ એમેઝોન ઇન્‍ડિયાએ શેરી નાટક (નૂકકડ નાટક) મારફતે ગ્રાહક શિક્ષણ અને સતર્કતા પર અનેત તબક્કાવાળી કેમ્‍પેન ‘મિશન ગ્રાહક' લોન્‍ચ કરવાની ઘોષણા કરી છે. આ કેમ્‍પેન સાથે એમેઝોન ગ્રાઉન્‍ડ ઝીરોમાં ઓનલાઇન ખરીદી કરનારાઓ સાથે સક્રિય રીતે સામેલ થવાનો હેતુ ધરાવે છે અને વળદ્ધિ કરી રહેલા ઇકોમર્સ ક્ષેત્રે વધુ ગ્રાહક વિશ્વાસ અને પસંદગી તરફે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્‍ચાર કર્યો હતો. પ્રથમ તબક્કામાં શેરી નાટકને ૧૦૦ૅ શહેરોમાં અને કર્ણાટક, તામિલનાડુ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને દિલ્‍હીના શહેરોમાં ભજવવામાં આવશે.ભારત સરકારના ગ્રાહક બાબતોના વિભાગના રોહિત કુમારે તેમના સંદેશામાં જણાવ્‍યું હતુ કે,ડીજીટલ ઉપયોગ અને દેશભરમાં ઇકોમર્સની વળદ્ધિ પ્રગતિ અને સમળદ્ધિની નિશાની છે. ભારતમાં ઓનલાઇન ખરીદી કરનારો વધ્‍યા હોવાથી તેમના હકકો રક્ષિત તે જરૂરી છે જેથી સુરક્ષિત અને વિશ્વસનીય અનુભવ પૂરો પાડી શકાય. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:10 pm IST)