Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સુરતના રાજગીરી ગામમાં દિવ્‍યાંગ યુવકને સરપંચ તથા તેના પરિવારે બેફામ માર માર્યોઃ મારી નાખવાની ધમકી

ઇજાગ્રસ્‍ત યુવકને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયો

સુરતઃ સુરતના રાજગીરી ગામના દિવ્‍યાગ યુવકને સરપંચ સહિત પરિવારના 6 સભ્‍યોએ માર મારતા ફરિયાદ થઇ છે.

સુરતના રાજગીરી ગામના સરપંચ અને તેમના પરિવાર દ્વારા ગાડીનો કાચ તોડવા બાબતે એક મંદ બુદ્ધિના યુવકને બેરહેમી પૂર્વક માર માર્યો હતો. એટલુજ નહિ પણ ગામના અન્ય યુવકે ઇજાગ્રસ્ત હાલતમાં પણ તેને ગાડી પાછળ બાંધી રસ્તા પર ધસેડ્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે હજીરા પોલીસ સ્થળ પર પહોંચી જતા યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનામાં યુવકની માતાએ સરપંચ અને તેમના પરિવાર સહિત 6 વ્યક્તિ સામે હજીરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે

હંસાબેન કાંતિલાલ પટેલએ હજીરા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૨ માં તેમના પતિનું અવસાન થયું હતું. અને હાલ તેઓ તેમના બે પુત્ર ૨૬ વર્ષીય દિવ્યેશ અને 24 વર્ષીય લખન સાથે રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ મજૂરી કામ કરી ઘરે આવ્યા ત્યારે

દિકરો લખન તથા દિવ્યેશ ઘરે હાજર હતા ત્યાર બાદ નાનો પુત્ર લખન આશરે સાડા દશેક વાગ્યે ગામમાં ચક્કર મારવા જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ આશરે સાડા બારેક વાગ્યે બાજુમાં રહેતા ભાભી પારૂલબેન અમારી ઘરે આવેલ હંસાબેન ને જણાવ્યું હતું કે ગામના સરપંચ ધનાભાઇની પત્નીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે લખને ધનાભાઇની ગાડીનો કાચ તોડી નાખ્યો છે. જેથી તેઓ તેને માર મારે છે.

ઘટનાની જાણ થતા જ હંસાબેન તેમના ભાભી અને તેમનો મોટો દીકરો દિવ્યેશ નિશાળ ફળીયામાં દોડી ગયા હતા.જ્યાં લખનને જમીન પર સુવડાવી દોરડાથી હાથ અને પગ બાંધી દીધા હતા અને સરપંચના પુત્ર કરણ ધનસુખભાઇ પટેલ લખનની છાતી ઉપર ચડી ગયો હતો તેમજ તેની સરપંચ ની પત્ની,પુત્રવધૂ અને દીકરી તમામે મળી ગાળો આપી લખનને ઢીકા પાટુથી તથા લાકડાના ફટકા વડે માર માર્યો હતો.

દિકરાને બચાવવા વચ્ચે પડેલ હંસા બેન એ આજીજી કરતા કહ્યું હતું કે, મારા દિકરાને મગજની તકલીફ છે તેને છોડી દો ત્યારે તેઓએ દ્વારા દિકરાને જાનથી મારી નાખવો છે, તેમ કહી બાદમાં ગામથી દુર લઇ ગયા હતા. અને માર મારી બાઇકની પાછળ દોરીથી બાંધીને યશ પટેલ નામના ઈમે ઢસળીને પટેલ ફળીયા બાજુ લઈ ગયા હતા.જ્યાં તમામે ફરીથી તેને માર્યો હતો.જો કે તે દરમ્યાન હજીરા પોલીસ આવી પોહચી હતી. અને લોહી લુહાણ હાલતમાં યુવકને હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકને ઢોર મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. તેની આંખ તેમજ પીઠ અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજા પહોંચી હતી .

ઘટનાને પગલે હંસાબેને સરપંચ ધનસુખભાઇ પટેલ,તેમના પત્નીરીના પટેલ, પુત્ર કરણ, પુત્રવધૂ નેહા ,તેમની તેમની પુત્રી ટ્વિંકલ અને બાઈક પર ઢસડી જનાર યશ પટેલ મળી 6 લોકો સામે ફરિયાદ દાખલ કરતા કડક કાર્યવાહી ની માંગ કરી છે.

(4:50 pm IST)