Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વડોદરા ક્રાઇમ બ્રાંચ પોલીસનો સપાટોઃ બહારની કેમિકલના બેરલ દેખાતા હતા અને અંદર દારૂનો જથ્‍થો હતો

દારૂ સહિત આરોપીઓ અને 7.86 લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો

વડોદરાઃ વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે કેમિકલના બેરલમાં ભરેલ દારૂ જપ્‍ત કરીને કાર્યવાહી કરી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈ થનારા પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્ર બીજા તબક્કાના મતદાનની તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે 3 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં આંચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત પોલીસ દ્વારા ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી વાહનચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ત્યારે આ કામગીરી દરમિયાન આજરોજ કોયલી ખાતે ટેમ્પોમાંથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ લાખથી વધુ કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર અ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કોયલી ગામ શેરખી રોડ પર આવેલ ગોકુલધામ રેસીડેંસી-2ના મકાન નં.33 ખાતે દારૂનો જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે બાતમીની ચોક્કસ હકીકત જાણવા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા એક ઓપ્ટ્રા કાર ચાલક મકાનના કમ્પાઉન્ડમાંથી કારમાં બહાર નીકળતો હતો. ત્યારે કારને કમ્પાઉન્ડમાં રોકી કમ્પાઉન્ડમાં જોતા એક છોટા હાથી ટેમ્પોમાં મોટા બેરલો મુકેલા હતા. જે બેરલોને ઉતારતા ત્રણ ઈસમો મળી આવતા પોલીસ દ્વારા ત્રણેયને કોર્ડન કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા ત્રણેય કોના નામ સરનામાં પૂછતાં નં.(1) કાર ચાલક પિનેશ રાકેશભાઈ રાણા(રહે.નવી ધરતી રાણાવાસ વડોદરા) તેમજ ટેમ્પામાંથી બેરેલ ઉતારતા ઈસમ નં(2)મોહિત રાજબીર સિંઘ (રહે.ગામ આહુલાના જી.સોનીપત હરિયાણા)નં.(3)નવીન રણધીર સિંઘ રહે. કાસંડા ગામ જી.સોનીપત હરિયાણા)નં(4)અમિત શાંતિલાલ માળી(રહે. નાગરવાડા નવી ધરતી માળી મહોલ્લો વડોદરા)નાઓ હોવાનું જણાવ્યું હતું.

પોલીસ દ્વારા કાર ચાલક પિનેશ રાણા લઈ જઈ રહેલ શેવરોલે ઓપ્ટ્રા કારમાં જોતા પાછળની સિટ પર તેમજ ડેકિમાં જુદા-જુદા બ્રાન્ડની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા તમામ ઈસોમની પૂછપરછ દરમિયાન પિનેશ રાણાએ ગોકુલધામ રેસડેંસી-02માં મકાન લઈ હરીયાણાવા મોહિત અને નવિનનાઓ બેરલોમાં લાકડાના ભુસા વચ્ચે ઈંગલીશ દારૂની બોટલો હરિયાણાથઈ વડોદરા લઈ આવતો હોવાનું જણાવ્યું હતું.

પિનેશ રાણા તેની પાસે કામ કરતા અમિત માળી સાથે મળીને LPG અને ઓક્સીજન સીલીંડરોની મદદથી ગેસ કટરથી આવેલ બેરલોના ઢાંકણાઓ કાપી બેરલોમાંથી ભુસાની વચ્ચે રાખીલ ઈંગ્લીશ દારી કાઢી લઈ પોતાની કારમાં ભરી વેચાણ કરતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા ઈસમોના જણાવ્યા અનુસાર, LPG અને ઓક્સિજન સીલીંન્ડરોની મદદથી ગેસ કટરથી બેરલોના ઢાંકણાઓ કાપીને ચેક કરતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડના ઈંગલીશ દારી તેમજ બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

આટલો મોટો દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી જ્યુપીટર ટુ-વ્હીલરને પણ ચેક કરવામાં આવ્યું હતું. જેમાંથી પણ ઈંગ્લીશ દારી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા કાર,ટેમ્પામાં તેમજ જ્યુપીટરમાં રાખવામાં આવેલા ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયર ટીનના કુલ 1014 નંગ કબ્જે કરવામાં આવ્યા હતા. જેની માર્કેટમાં કિંમત રૂ.3,50,700/-હોવાનું સામે આવ્યું છે. વધુમાં પોલીસ દ્વારા તમામ દારૂ પાસ પરમીટનો ગેરકાયદેસર રીતે રાખવા તેમજ હેરાફેરીમાં ઉપયોગ કરાતા વાહનો મળી કુલ રૂ.7,86,750/- મુદ્દામાલ કબ્જે કરી ચારેય ઈસમો વિરુદ્વ ગુનો નોંધી આગની તપાસ જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

ઈંગલીશ દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપીમાંથી આરોપી પિનેશ રાકેશભાઈ રાણાનો ઈંગ્લીશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિમાં સક્રિય રીતે સંકળાયેલ હોવાથી તેની સામે ઈંગ્લીશ દારૂ ઉપરાંત રાયોટીંગ, જુગા, તડીપાર ભંગના 15થી વધુ કેસો નોંધાયેલ છે. તેમજ ગુનાહિત પ્રવૃતિના કારણે સને 2019માં વડોદરા શહેરમાંથી હદપાર કરવામાં આવ્યો હતો. પિનેશ રાણા સાથે પકડાયેલા અમિત માળી અગાઉ હરણી પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂના જથ્થામાં એક વર્ષ અગાઉ પકડાયેલ હતો. તેમજ પાસા હેઠળ તે જેલમાં પણ જઈને આવ્યો છે.

(4:52 pm IST)