Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ડાકોરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મહિલા દર્દીનું મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો

ડાકોર: હોસ્પિટલ માત્ર પૈસા કમાવાની લાલચે ખોલવામાં આવ્યું હોય તેવો બનાવ સામે આવ્યો  ડાકોરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા દર્દીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. મતૃક મહિલા દર્દીના સગાઓએ આક્ષેપ કરતા જણાવ્યા મુજબ ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે. ડૉક્ટરની ગેરહાજરમીમાં હાજર સ્ટાફે જરૂરી સારવાર કરી હતી. આ મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવાની માંગણી મૃતક મહિલાના સગાઓ કરી રહ્યા છે. આ અંગે દર્દીની બહેનના જણાવ્યા પ્રમાણે ઠાસરા નવી નગરી રહેતા દક્ષાબેન કારણસિંહ સોલંકીને ગયા શનિવારે તાવ આવતા ડાકોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દક્ષાબેનની બહેનના જણાવ્યા પ્રમાણે  જ્યારે એમની બહેનને દાખલ કર્યા ત્યારે ડોક્ટર હાજર નહતા અને  હોસ્પિટલમાં સ્ટાફ તરીકે  કામ કરતી મહિલાઓ દ્વારા એડમિટ કરી દર્દીને બોટલ ચઢાવવામાં આવ્યા હતા. એ પછી ડોક્ટર આવીને તાપસ કરીને પેશન્ટના સાગાને સારું છે તેમ જણાવ્યું હતું. અને  બોટલ પત્યા પછી અચાનક પેશન્ટની તબિયત બગડી હતી. તે સમયે રવિવારની રજા હોવાથી ડોકટર આવ્યા નહતા અને તેમના સ્ટાફને ટેલિફોનિક સારવાર આપવાની શરૂ કરી હતી જ્યારે બીજી તરફ પેશન્ટની હાલત ગંભીર  થઈ જતા ઉલટીઓ થવા માંડી હતી અને પેશન્ટના સગાએ કમ્પાઉન્ડરને વારંવાર વિનંતીઓ કરી હતી કે મારી બહેનને શ્વાસ ચઢે છે ઊલટીઓ થાય છે ડોક્ટરને બોલાવો તેમ છતાંય  ડોક્ટરને બોલાવ્યા વગર કમ્પાઉન્ડરે ડોક્ટરે આપેલ ટેલિફોનિક સારવાર કરી હતી. જેમાં મારી બહેનનું મૃત્યુ થયું છે તેવું પદમાંબેને જણાવ્યું હતું. 

(5:47 pm IST)