Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કઠલાલમાં એસટી વિભાગના બે કર્મચારીઓ સામે ઉચાપતની ફરિયાદ દાખલ

કઠલાલ: એસટી વિભાગના કઠલાલ કંટ્રોલ પોઇન્ટ ના બે કર્મચારીઓ દ્વારા મુસાફર પાસ કાઢી તેના નાણા જમા નહીં કરાવી અંગત કામે વાપરી નાંખતા એસટી ડેપો મેનેજર મહુધા દ્વારા તેઓની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બે કર્મચારીઓ દ્વારા કુલ રૂપિયા 28,860 ની રકમની ઉચારત કરાઇ હોવાનું બહાર આવ્યું છે.

મળેલ માહિતી અનુસાર એસ.ટી વિભાગ દ્વારા લાઈન ચેકિંગ કરવામાં આવેલ હતું જેમાં નડિયાદ થી માલપુર જતી બસમાં ચેકિંગ કરતા કઠલાલ કંટ્રોલ પોઇન્ટ ઉપરથી કાઢવામાં આવેલ બે મુસાફર પાસ શંકાસ્પદ જણાતા તે અંગે તપાસ કરતા તે બંને પાસ ના પૈસા એસટીના દૈનિક કેસ કલેક્શન ખાતામાં જમા કરવામાં આવ્યા ન હતા. જે અંગે ડેપો મેનેજર દ્વારા કનુભાઈ ડાભી કંટ્રોલર કઠલાલ અને કનુભાઈ ચૌહાણ દ્વારા ગેરરીતિ  આચરી હોવાનું તપાસમાં ખુલતા તેઓ સામે ફરિયાદ નોંધાવી છે

એસટી કંટ્રોલર કનુભાઈ ડાભીને એસટી વિભાગ દ્વારા પાસ ઇશ્યું કરવા માટે 4500 પાસ વાઉચર આપેલ જેમાંથી તેઓએ 3409 પાસ કાઢેલ જ્યારે 1,091 પાસ રહે તેના બદલે તેઓ પાસે 380 પાસે હતા અને 14 જેટલા પાસમાંથી 18,520 ની રકમ એસટી નિગમમાં જમા નહીં કરાવી અંગત કામ માટે વાપરેલ જ્યારે કનુભાઈ ચૌહાણ ને 5,000 પાસ ઇશ્યું કરેલ અને તેઓ દ્વારા 4097 પાસ કાઢેલ અને 903 પાસ જમા કરાવેલ નહીં જેમાંથી છ પાસ ની રકમ રૂપિયા 10,160 જમા કરાવેલ ન હતા. આમ કુલ રૂપિયા 28,860 ની રકમ એસટીના દૈનિક કલેક્શન માં જમા નહિ કરાવી અંગત કામે વાપરી નાખતા તેઓ સામે ઉચાપત કરી એસટી નિગમને નાણાકીય નુકસાન કર્યું હોવાનું જણાવ્યું છે

(5:47 pm IST)