Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સોજીત્રામાં પીએમ મોદીએ કહ્યું -કૉંગ્રેસને હાર દેખાય એટલે પછી ઈવીએમ પર ઠિકરું ફોડે છે 

કૉંગ્રેસના બધા ખેલ આ દેશનો બચ્ચો બચ્ચો સમજી ગયો છે' કૉંગ્રેસની ગુલામીની માનસિકતા છે તે ક્યારે દેશનું ગૌરવ, સન્માનની ચિંતા ન કરી શકે'

અમદાવાદ : રાજ્યમાં ગઇકાલે વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયું છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચૂક્યા છે. હવે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે. ત્યારે આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે. એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબ્જે કરવા સભાઓ ગજવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજની પહેલી સભાને સંબોધન કરવા માટે બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે પહોંચ્યા હતા. ત્યારબાદ પાટણમાં સભા સંબોધી હતી. ત્યાર પછી આણંદમાં સભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા.

આણંદ જિલ્લાના સોજીત્રામાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે કૉંગ્રેસને હાર દેખાય એટલે પછી EVM પર ઠિકરું ફોડે' 'કૉંગ્રેસના બધા ખેલ આ દેશનો બચ્ચો બચ્ચો સમજી ગયો છે'

આણંદ તો પ્રેરણા ભૂમિ છે આણંદ તો સંકલ્પોની ભૂમિ છે.આ એ ભૂમિ છે, જયાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો.ભારતીય જનતા પાર્ટી ગુજરાતના વિકાસ અને વિકાસશીલ ગુજરાતનું સપનું લઈને નીકળી છે એને તમે મહોર મારી દીધી છે

સરદાર સાહેબને કૉંગ્રેસે ક્યારેય પોતાના ના ગણ્યા', કૉંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો અને દેશની એકતા સામે પણ વાંધો',કોંગ્રેસ અને ભાજપની સોચમાં ફર્ક છે,અમારા સંકલ્પ વિકસીત ગુજરાતના છે દુનિયાના સમૃદ્ધ દેશ જેવુ આપણુ ગુજરાત થયુ જોઇએ કે નહીં

 પીએમ મોદીએ કહ્યું -દેશની આઝાદીના 25 વર્ષમાં ગુજરાતમાં એવી હરણફાળ ભરવી છે કે વિકસીત કરીને જ રહેવું છે આજના યુવાનોનો સુવર્ણકાળ ફુલે-ફાલે તેવા કામ કરવાના છે.

કૉંગ્રેસની ગુલામીની માનસિકતા છે તે ક્યારે દેશનું ગૌરવ, સન્માનની ચિંતા ન કરી શકે'

ગુલામીની માનસિકતા કૉંગ્રેસમાં ઘર કરી ગઈ છે'તમે જે મને શિખવાડ્યુ અને સમજાવ્યુ તે રીતે હુ કામ કરૂ છુ કે નહીં? આજે વિશ્વમાં ભારતના સામર્થ્યનો ડંકો વાગી રહ્યો છે.આ મારું સૌભાગ્ય છે, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું સૌભાગ્ય મને મળ્યું.

આખી દુનિયા અનાજના સંકટમાં છે અત્યારે.-મારી પર દુનિયાના મોટા દેશના લોકોના ફોન આવે છે ચોખા તો તમારે જ આપવા પડશે-આણંદ જિલ્લામાં 100 ટકા ઘેર ઘેર પાણી પહોંચ્યું

-અમુલ ડેરીએ મોટી તાકાત બનાવી છે.-આપણે દુનિયાના લોકોને પણ ભૂખ્યા નથી રહેવા દીધા.ભાગલા પાડો ને રાજ કરો એ જ કોંગ્રેસની માનસિકતા-'એક જમાનો હતો વીજળીના ઓછા બીલ માટે આંદોલન થતા અને કૉંગ્રેસની સરકાર કિસાનોને ગોળી મારતી હતી'

-મારુ એક અંગત કામ કરશો ?-બધાને ઘરે જાવ ત્યારે કહેજો આપણા નરેન્દ્રભાઇ સોજીત્રા આવ્યા હતા.તમને બધાને પ્રણામ પાઠવ્યા છે.-વડીલોના આર્શીવાદ મને કામ કરવાની તાકાત પૂરી પાડે છે.

(7:35 pm IST)