Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ રાજકીય નેતાઓના મહેસાણામાં ધામા

નૂપુર ગામમાં ગૃહમંત્રીની સભા,સ્મૃતિ ઈરાનીનો કડીમાં રોડ શો,મહેસાણામાં રૂપાલાએ સભા ગજવી,અને ગોઝારિયામાં ગોપાલ ઈટાલીયાએ સભા સંબોધી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે દરેક રાજકીય પાર્ટી દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે દિગ્ગજ નેતાઓએ મહેસાણામાં ધામા નાખ્યા છે. મહેસાણાના નુગર ગામમાં ગૃહ મંત્રી અમિતભાઈ  શાહની સભા છે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની કડીમાં રોડ શૉ કરશે. આ તરફ  રાત્રે 8 વાગ્યે મહેસાણામાં પરશોત્તમ રૂપાલા પણ સભા ગજવશે. મહેસાણાના ગોઝારિયામાં આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ સભા યોજી મતદારોને રીઝવવા મથામણ કરશે.

(9:12 pm IST)