Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે 6 બેઠકોને લઇને ફરિયાદ નોંધાવી

-જામનગર, બોટાદ, લીંબડી,સુરતના પલસાણા સહિતના બેઠક માટે ફરિયાદ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે 6 બેઠકોને લઇને ફરિયાદ નોંધાવી છે. જેમાં જામનગર બેઠક પર ધીમું મતદાન કરાવવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. બોટાદમાં 11 બુથ પર બોગસ મતદાન થયાની કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે. લીંબડીમાં બુથ કેપ્ચરિંગની ફરિયાદ તથા ભાજપની જાહેર સભાના પ્રવચન બાબતે પણ કોંગ્રેસે ફરિયાદ કરી છે. તથા સુરતના પરસાણામાં સરકારી અધિકારીઓએ રાજકીય પાર્ટીઓના ખેસ અને ઝંડા સાથે મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ કોંગ્રેસે નોંધાવી છે.

(9:36 pm IST)