Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કાંકરેજમાં જનસભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું - પ્રથમ તબક્કામાં જનતાએ ભાજપનો ડંકો વગાડી દીધો

 મોદીએ કહ્યું કે, અમે કામ કર્યું હોય તો મત આપજો. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ વગર કામ નહોતા થતા. ભ્રષ્ટાચારીઓ સામે પગલા લીધા તો કેટલાકના પેટમાં તેલ રેડાયુ.

અમદાવાદ :  વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં સભા સંબોધન કરતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં જનતાએ ભાજપનો ડંકો વગાડી દીધો. લોકોએ ભાજપની જીત પાક્કી કરી છે. ભાજપ તમામ રેકોર્ડ તોડવાની છે. તો વધુમાં કહ્યું કે, હું કાશીનો સાંસદ છું પશુપાલનું કામ જાણ છું. દેશમાં જેટલુ અનાજનું ઉત્પાદન થાય છે તેનાથી વધારે ઉત્યાદન દૂધનું થાય છે. બનાસ ડેરીના બ્રાન્ચ પણ હવે કાશીમાં બની રહી છે.

  આજે સમગ્ર દેશમાં બનાસકાંઠાને બટાકાના કારણે ઓળખ મળી. તો દાડમના કારણે પણ બનાસકાંઠાની ઓળખ વધી છે. જે કહું એ કરવાનું જ એનુ નામ મોદી. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને જેમાં પોતાનુ ભલુ ન દેખાય એ કામ કરતા જ નહોતા. તો વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે કામ કર્યું હોય તો મત આપજો. એક સમયે એવી સિસ્ટમ હતી કે લાંચ વગર કામ નહોતા થતા. ભ્રષ્ટાચારીઓ સામે પગલા લીધા તો કેટલાકના પેટમાં તેલ રેડાયુ.

   પીએમ મોદીએ કહ્યું કે, તમે આશીર્વાદ આપો એટલે વધુ સારી રીતે કામ કરીએ. પહેલા 4 કરોડ એવા વ્યક્તિના નામે રાશન કાર્ડ હતુ, જેનો જન્મ જ નહોતો થયો. ગરીબોનું અનાજ 4 કરોડ લોકો ખાઈ જતા હતા. ભાજપ સરકારે 20 કરોડ રાશન કાર્ડને આધાર સાથે જોડી દીધા. 80 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યુ. કોરોનામાં દરેક વ્યક્તિને મફત રસી આપી. કોરોના કાળમાં દેશમાં એક પણ વ્યક્તિ ભૂખ્યો સુવે નહીં તેની ચિંતા કરી

(9:43 pm IST)