Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

માંગરોળના AAP ઉમેદવાર પિયુષ પરમાર સામે ફરિયાદ :ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યાનો આરોપ 

 ઉમેદવાર સહિત 6 શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ: માળિયા પોલીસે આરોપી પિયુષ પરમારના ભાઈ દીપક પરમારની અટકાયત કરી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોનું મતદાન થઈ ચૂક્યુ છે. જેમાં અનેક જગ્યાએ ફરિયાદો ઉઠી હતી આ તરફ જુનાગઢમાં પણ મતદાન સમયે ભાજપના કાર્યકર સાથે માંગરોળના આપ ઉમેદવાર પિયુષ પરમારની બોલાચાલી થઈ હતી. જેમાં ભાજપના કાર્યકર જયેશ મજીઠિયાને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ત્યારે હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત 6 શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માળિયા પોલીસે આરોપી પિયુષ પરમારના ભાઈ દીપક પરમારની અટકાયત પણ કરી છે.  આમ આદમીના પાર્ટી ના ઉમેદવાર હાલ ફરાર છે. પોલીસે હાલ આપ ઉમેદવારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

(9:48 pm IST)