Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સાવધ રહેજો...બેંકનાં નામે ઓનલાઇન છેતરપીંડી કરતા તત્વોએ હવે અપનાવ્યો નવી કીમિયો...

 રાજપીપળામાં આરટીઓ અધિકારીને છેતરવાનો પ્રયાસ નિષ્ફળ થતાં અધકરીએ લોકોને સાવચેત કર્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: હાલમાં ઘણા સમયથી દેશભરમાં ઑનલાઇન ફ્રોડનાં ઘણા કિસ્સા સામે આવ્યા છે પોલીસનું સાઇબર સેલ પણ આ બાબતે સક્રિય છે છતાં નવા નવા કિમિયા શોધો ઠગ લોકો મેસેજ કે કોલ કરી સામાવાળાને લલચાવી કે ગભરાવી રૂપિયા પડાવી લેતા હોય છે જેમાં અત્યારસુધી બેંક કે એટીએમ કાર્ડ નાં નામે લોકોને કોલ કરી ઑનલાઇન ફ્રોડ ઘણ થયા છે ત્યારે આ બાબતે લોકો જાગૃત થયા બાદ હવે ઈલેક્ટ્રીસીટી બિલ નો નવો કીમિયો આ ઠગો એ અપનાવ્યો છે જેમાં નર્મદા જિલ્લા આરટીઓ અધિકારી આંસલ સરનાં મોબાઈલ પર આજે એક મેસેજ આવ્યો જેમાં જણાવ્યા મુજબ...
તમારુ ગયા મહીનાનુ લાઈટબીલ બાકી છે ,તમારુ લાઈટ કનેકશન કાપી નાખવામાં આવશે, તમારુ લાઈટ બીલ ઓનલાઈન અપડેટ નથી થયુ એટલે તમે પ્લેય સ્ટોરમાં જઈને એક એપ્લીકેશન ડાઉનલોડ કરો અને તે એપમાં  જઈને અપડેટ કરી દો ત્યારે આરટીઓ અધિકારી આંસલે લોકોને જાગૃત કરવા સોશિયલ મીડિયા મેસેજ કર્યો કે.....
આવા મેસેજ કે કોલ આવે તો સાવધાન થઈ જાઓ. મેસેજમાં જે સૂચનાઓ આપવામાં આવે તે પ્રમાણે કરશો નહી. કોઈ મેસેજની લીંક ખોલશો નહી, ઈલેક્ટ્રીસીટીના નામે નવા પ્રકારનો ફ્રોડ છે. તમારુ બીલ બાકી હોય તેવો મેસેજ આવે અને તમને એવુ લાગે કે બાકી હશે તો વીજ કંપનીની ઓફિસે જઈને રુબરુ મુલાકાત લો. પૈસા ભર્યાની પાવતી સાચવી રાખવી. કોઈ કનેકશન કાપવા આવે તો તેને પાવતી બતાવો અથવા કનેકશન કાપવા આવે તે દિવસે તમે પૈસા ભરી દો છો તો કોઈ કનેકશન કાપતુ નથી એટલે આવા મેસેજથી ડરવુ નહી. મને આવેલો એક મેસેજ આવ્યો પણ મે સાવચેતી દાખવી છે માટે આપ પણ આવા ફ્રોડ મેસેજ કેં કોલ ને નજર અંદાજ કરી સાઇબર ફ્રોડ થી બચો.

(10:11 pm IST)