Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

દેડીયાપાડાનાં નિઘટ ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ બાઈકને અકસ્માત કરતા બાઈક પર સવાર 4 નાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નિઘટ ગામ પાસે સ્વિફ્ટ ગાડીનાં ચાલકે બાઈકને ટક્કર મારી બાઈક ઉપર સવાર ચારનાં મોત નીપજાવી ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે

મળતી માહિતી મુજબ જેઠીયાભાઇ ઓકરીયાભાઇ વસાવા (રહે-ભુતબેડા)એ આપેલી ફરિયાદ અનુસાર એક સફેદ કલરની સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી નં.GJ 06-HL-5867 નાં ચાલકે પોતાના કબ્જામાંની સફેદ સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી પુરઝડપે હંકારી લાવી નિઘટ ગામ પાસે આવેલ સી.એન.જી. પંપની સામે રોડ ઉપર જેઠીયભાઈ નાં દિકરા સુનીલભાઇની મોટર સાઇકલ નંબર-GJ-22-F-0368 સાથે અકસ્માત કરી આશરે સો મીટર જેટલા દૂર ઘસડી લઇ જઇ મોટર સાઇકલ પર સવાર તેમના દીકરા સુનિલભાઈ તથા દીકરાની પત્ની કોકીલાબેન તથા ટીમનો પૌત્ર રીયાનભાઇનુ સ્થળ ઉપર મોત નીપજાવી તથા સુનિલભાઈ ની દીકરી ઋત્વી બેન ને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમિયાન મોત નીપજાવી  સ્વિફ્ટ ગાડી સ્થળ ઉપર મુકી નાસી જઈ ગુનો કરતા પોલીસે તપાસ હાથ ધરી છે
 અકસ્માત કરનાર સ્વિફ્ટ ગાડી માં અંગ્રેજી દારૂ મળી આવતા અકસ્માત બાદ તેનો ભાંડો ફૂટ્યો હતો જોકે દેડીયાપાડા પોલીસે આ ફરિયાદ માં દારૂ નો કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ તેની અલગ ફરિયાદ નોંધાશે તેમ દેડીયાપાડા પીએસઆઈ સી.ડી.પટેલે જણાવ્યું છે.

(10:18 pm IST)