Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

અમદાવાદમાં પીએમ મોદીના આકરા પ્રહાર:કહ્યું- કોંગ્રેસ એટલે પરિવારવાદ, તૃષ્ટીકરણ અને કરોડોના ગોટાળા.

કોંગ્રેસ જ્યારે EVM ને ગાળો આપે એટલે સમજવાનું કે એમનો ખેલ ગુજરાતે પહેલા ચરણમાં પૂરો કરી દિધો

અમદાવાદ :ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ તરત જ અમદાવાદમાં પીએમ મોદીએ નરોડાથી ચાંદખેડા ગામ સુધી 14 બેઠકને આવરતો 54 કિમીનો લાંબો રોડ શો કર્યો હતો.આજે બીજા દિવસે પીએમ મોદી કાંકરેજ, પાટણ, સોજીત્રામાં સભા સંબોધ્યા બાદ અમદાવાદ પહોંચ્યા છે. પીએમ મોદીએ કોટ વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો અને નગરદેવી ભદ્રકાળી મંદિરે પુજા-આરતી કરી હતી. ત્યારબાદ પીએમ મોદી સરસપુરમાં સભા સ્થળે પહોંચ્યા હતા અને જનતાને સંબોધી રહ્યા છે.

પીએમ મોદીએ સભા સંબોધતા કેમ છો બધા, જોરમાં....આવતીકાલે સાંજે ચૂંટણીના પડઘમ પૂરા થશે. એ પહેલા આ ચૂંટણી અભિયાનની મારી આ છેલ્લી સભા છે. સૌથી પહેલા તો હું અમદાવાદનો હૃદયથી આભાર માનું છું.

કાલે જે રીતે કેસરિયા મહાસાગર આખા અમદાવાદમાં જોમ અને જુસ્સા સાથે જનતા જનાર્દનનો દર્શન અને આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. આજે માં ભદ્રકાળી અને પૂજ્ય બાબાસાહેબ આંબેડકર.. આ બંને અત્યંત પ્રવિત્ર સ્થળે માથું નમાવવા ગયો. આ સભામાં સીધું આવવું હતું, પણ હજારો લોકો આશીર્વાદ આપવા માર્ગમાં હતા,એમનો આભાર.

પહેલા ચરણનું મતદાન પૂરું થયું છે, જે ઉછળીને બોલતા હતા એ કાલ સાંજથી ચૂપ છે. કાલે સમજી ગયા કે ગુજરાતમાં આપણો મેળ પડે એવું નથી. પહેલા ચરણના મતદાનથી નક્કી થયું છે કે ભાજપ અભૂતપૂર્વ વિજય મેળવશે. આ હું નહીં, કોંગ્રેસ પણ કહે છે. બે દિવસથી કોંગ્રેસના નિવેદન અને ભાષણ સાંભળો. EVM ને ગાળો આપે છે, EVM આમ, તેમ... કોંગ્રેસ જ્યારે EVM ને ગાળો આપે એટલે સમજવાનું કે એમનો ખેલ ગુજરાતે પહેલા ચરણમાં પૂરો કરી દિધો છે. એમનું કામ મોદીને ગાળો આપો અને પછી EVM ને ગાળો આપવાની. આ ચૂંટણી 5 વર્ષ ગાંધીનગરમાં કોણ હશે, એ પૂરતી સીમિત નથી.

પીએમ મોદીએ કહ્યું, આઝાદીના 100 વર્ષ થાય, 25 વર્ષનો અમૃતકાલ સામે છે. આવા સમયે 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય, સમૃદ્ધ, દિવ્ય, ભવિષ્ય, વિકસિત હોય...એનો મજબૂત પાયો નાખવા આ વખતનું મતદાન છે. ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કે આગામી 25 વર્ષ ઉત્તમ જાય એ માટે ભાજપને મત આપજો, 2ત વર્ષની હું ગેરંટી આપુ છું. આજે બધેય ફિર એકવાર મોદી સરકાર સંભળાય છે.

પીએમ મોદીએ કહ્યું, ગુજરાતનો મંત્ર રહ્યો છે, દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આઝાદીની લડાઇમાં ગાંધીજીએ જાણ આંદોલન ઉભુ કર્યું. આઝાદી બાદ સરદારે અનેક રિયાસતોને જોડ્યા. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ મંત્ર રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું, ગુજરાત દેશ સામે બહેતરીન મોડલ પ્રસ્તુત કરી રહ્યું છે. ગુજરાત પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં, એકસપોર્ટ, લોજીસ્ટિક પરફોર્મન્સ, મીઠા ઉત્પાદનમાં, રૂફ ટોપમા નંબર એક છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેડિયમ ગુજરાતમાં, પૂરી દુનિયામાં હીરા આપણે ત્યાં પોલિસ થાય છે. અહીંના સીએમ અને દિલ્લીમાં આપનો આ સેવક, ગુજરાતમાં ડબલ એન્જિનનો પાવર જોવા મળે છે. ગુજરાતે આ લાભ ઉઠાવવાનો છે.

પીએમ મોદીએ કહ્યું, ચૂંટણી ચાલુ છે ત્યારે કાલે ભારત G20 દેશનું નેતૃત્વ સાંભળી રહ્યું છે. એનો મતલબ દુનિયાની 75 ટકા અર્થવ્યવસ્થા સંભાળતા દેશનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે. વિકાસ થાય એટલે કોંગ્રેસની તબિયત બગડે. કોંગ્રેસે દેશની અર્થવ્યવસ્થાને હાની પહોંચાડી છે એ સૌ જાણે છે. આઝાદી સમયે આપણે અર્થવ્યવસ્થામાં છઠ્ઠા સ્થાને હતા, 2014માં કોંગ્રેસ હતી ત્યાં સુધી આપણે દસમા સ્થાને પહોંચ્યા. કોંગ્રેસે જે નીતિ બનાવી, એનું પરિણામ છથી દસ નંબર રૂપે મળ્યું. લાખો કરોડોના ગોટાળામાં આ સમયમાં ગયો. 2014માં આપે મને આદેશ આપ્યો અને 8 જ વર્ષમાં દસ નંબરથી પાચમાં નંબરે લાવ્યા.

પીએમ મોદીએ કહ્યું, છમાંથી આપણે પાંચમા થયા ત્યારે દેશમાં ઉત્સાહ આવી ગયો. 250 વર્ષ સુધી જે અંગ્રેજોએ આપણા પણ રાજ કર્યું એમને ખસેડીને આપણે 5માં સ્થાને આવ્યા. ગુજરાત દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપના મૂળભૂત એપ્રોચમાં ફરક છે. કોંગ્રેસ માટે પરિવાર પહેલા, ભાજપ માટે દેશ પહેલો. કોંગ્રેસ દેશના સામર્થ્યને નાં સમજી, આજે કોઈ બહારથી આવે એટલે રિવરફ્રનટ, SOU, મોટું સ્ટેડિયમ જુવે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે 1 રૂપિયા દિલ્લીની નીકળે અને 15 પૈસા જ પહોંચે. આ ક્યો પંજો રૂપિયો ઘસી નાખતો ભઈલા. અમે આજે દિલ્લીની રૂપિયો આપીએ એટલે એ સીધો ખાતામાં થાય.

પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ સરકારમાં આતંકી ઘટના બને એટલે દુનિયાથી મદદ માગવામાં આવતી. આજે આપણી સેના આતંકીઓને ઘરમાં જઈને મારે છે. આજે ભારત મદદ માટે નહીં પણ દુનિયાની મદદ માટે હાથ લંબાવે છે. કોરોનામાં તમે જોયું કેવી રીતે ભારતે દુનિયાને મદદ કરી. વંદે ભારત અભિયાન ચલાવી, આપણા ફસાયેલા લોકોને પરત લાવ્યા. અફઘાનિસ્તાનમાં સંકટ આવ્યું, આપણે સૌને લઈ આવ્યા. યુક્રેનમાં સંકટ હતું, આપણા 20 હજાર લોકો તિરંગો ઝંડો લઈને બહાર લાવ્યા, ભારતનો તિરંગો સુરક્ષાની ગેરંટી બન્યો. અરબ દેશો સાથે આજે સંબંધ સુધર્યા, એમના ઊંચ સન્માનથી મને સન્માનવામાં આવ્યો. બહેરીનમાં હિન્દુ મંદિરો બની રહ્યા છે. દુનિયામાં ભારતમાં આબરૂ વધી છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ, ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વાગે છે કે નહીં? કારણ મોદી નહીં, તમારા એક વોટને કારણે થયું, એની તાકાતના કારણે દુનિયામાં ડંકો છે.

પીએમ મોદીએ કહ્યું, આપણો કરદાતા ઈમાનદારીથી કર આપવા તૈયાર છે, પણ કોંગ્રેસના ભ્રષ્ટાચારમાં સ્થિતિ બગડી હતી, આજે કરદાતા ફરી ઈમાનદારીથી કર આપે છે. કરદાતાઓએ આઝાદી બાદથી પોતાનું યોગદાન સતત આપ્યું છે. દેશને જરૂર પડ્યે માતા બહેનોએ મંગળસૂત્ર સોંપતા આપણે જોયા છે. ઈમાનદાર કરદાતાના પૈસા બરબાદ કરવાનું કામ કોંગ્રેસની ઓળખ બની.

પીએમ મોદીએ કહ્યું, આપે મને દિલ્લી જવાનો આદેશ આપ્યો, ત્યારે આ કરદાતાના પૈસા દરેકને ઘર મળે, વીજળી મળે, નળથી જળ મળે એના માટે આપ્યા. આખી દુનિયાને કોરોના એ હલાવી દીધું, પણ કરદાતાઓના પૈસાથી ભારતે પોતાની વેક્સિન બનાવી, દરેકને મફતમાં વેક્સિન લગાવી. એકપણ રૂપિયાનો ખર્ચ થયો, તમારી જિંદગી બચાવી કે નહીં?

પીએમ મોદીએ કહ્યું, 3 લાખ કરોડ ખર્ચ કરીને દિલ્લીમાં તમારો આ દીકરો સૂતો નહતો, કેમકે ગરીબનો દીકરો ભૂખ્યો ન સુવે એ માટે કામ કરતો હતો, મફતમાં રાશન આપવાનું કામ કર્યું. યુપી, બિહારનો કોઈ ભાઈ અહીં આવે તો એને રાશન કાર્ડ કઢાવવાની જરૂર નહીં, આપણે ડિજિટલ રાશન કાર્ડ આપ્યું. હજારો કરોડો રૂપિયા બહેનોના ખાતામાં આપ્યા. આયુષ્માન યોજનાથી અનેકને સુરક્ષા આપી. ગરીબના ઘરે માંદગી આવે તો કંઈ ન બચે, પણ આયુષ્માન યોજના લાવી, હોસ્પિટલના 5 લાખ સુધી બિલ ભરવાની વ્યવસ્થા આ દીકરાએ કરી. દર વર્ષે 5 લાખ રૂપિયાની જવાબદારી આ સરકારે લેવાનું કામ કર્યું.

પીએમ મોદીએ કહ્યું, ખેડૂતોની ચિંતા કરવા પીએમ કિસાન નિધિ શરૂ કરી, વર્ષે 3 વાર સીધા ખેડૂતોના ખાતામાં જાય. કોઈ ગોટાળા વગર 2 લાખ કરોડ સીધા પહોંચાડ્યા. તમારા પરિવારમાં કામ કરનાર પર વિશ્વાસ કરે, શેઠ નોકર પર નોકર શેઠ પર વિશ્વાસ કરે. પણ કોંગ્રેસ એવા અહંકારમાં હતી કે દેશની જનતા પર ભરોસો કરવાનો નહીં. લોકો કાયદામાં ફસાઈ રહે પણ આપણે હવે સફાઈ અભિયાન કરી રહ્યો છું. મને આપ પર ભરોસો છે. ભાજપે દેશના યુવાનો પર ભરોસો કર્યો.

પીએમ મોદીએ કહ્યું, પહેલા ત્રીજા અને ચોથા પદ માટે ઇન્ટરવ્યૂ ચાલે, કેમ કાકા ભત્રીજા માટે..મેં ઈન્ટરવ્યુ બંધ કર્યા, મને યુવાનો પર ભરોસો હતો. દોઢ હજાર કાયદા મેં દેશના નાગરિકો પર ભરોસો કરીને કાઢી નાખ્યાં. ભાજપ વ્યાપારી પર ભરોસો કરે. જેલમાં લઈ જવાવાળા કાયદા ખતમ કરવા જઈ રહ્યા છીએ કેમ કે સામાન્ય વ્યક્તિ સુખથી જીવે.

પીએમ મોદીએ કહ્યું, લારી ગલ્લાવાળા, પાથરણાવાળા પર મને ભરોસો છે, કોઈ ગેરંટી વગર પણ આપણે આમને બેંકમાંથી રકમ આપી. આ લોકો વ્યાજખોર પાસેથી પૈસા લે, હજાર લે એટલે 100 કાપીને 900 જ મળે. આજે લારી અને પાથરણા વાળા ભાઈઓને બેંકમાંથી પૈસા અપાવું છું. બહેનોને પણ આપણે નાણાકીય સહાયતા શરૂ કરી. આ સૌ સમયાંતરે રૂપિયા પણ પરત કરી રહ્યા છે, મારા માટે ગર્વની વાત છે. આત્મનિર્ભર બનવું કેટલું જરૂરી છે એ કોરોનામાં આપણે સમજ્યા.

પીએમ મોદીએ કહ્યું, આપણે આલુ ચિપ્સ બનાવવાની વાત સાંભળતા હતા, પણ આજે  સાયકલ, મોટર સાયકલ, કાર, પ્લેન ગુજરાતમાં બને છે. દુનિયામાં સૌથી સસ્તું ડેટા હિન્દુસ્તાનમાં છે. બિહારનો ભાઈ એના ઘરે વાત કરે કોઈ બિલ ના આવે. મોબાઈલની ફ્લેશ લાઇટની રોશનીની જેમ દેશને આગળ લઈ જઈ રહ્યા છે. આજે ભારત સરકાર જુઓ, કોંગ્રેસ તો 2જી વિદેશથી લાવ્યા, આપણે 5જી દેશમાં આપણું શરૂ કર્યું.

પીએમ મોદીએ કહ્યું, વાર તહેવારે કરફ્યુ થતા હતા, આજે શું છે, ભૂપેન્દ્ર ભાઈએ આપણને યાદ આપાવ્યું. અમદાવાદમાં સિરિયલ બોમ્બ ધમાકા, આપણે ભૂલ્યા નથી. બોમ્બ, બંદૂક અને પિસ્તોલનું દુષ્ચક્ર ફરી નથી પેસ્વા દેવાનું. આજે રાત્રે બે વાગે રોડ રસ્તા પર ફરી શકાય એવી સ્થિતિ બનાવી છે.

પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ લટકવું, ભટકવું કે નીતિ બનાવી હતી એ આપણે બદલી ચૂક્યા છીએ. ગુજરાતમાં મજબૂત સરકાર આગળ વધવા માટે જોઈએ. આ વખતે પોલિંગ બુથ પર જૂના રેકોર્ડ તોડીને વોટ પડવા જોઈએ. વધુમાં વધુ કમળ ખીલવશો?

પીએમ મોદીએ કહ્યું, 16, 18 પૈડાંવાળી ટ્રક હોય, બધું સરસ હોય.. પણ એક ટાયરમાં પંચર પડે તો ગાડી ચાલે? અટકે કે નાં અટકે...એકાદ કમળ નાં ખીલે તો ચાલે? બધા કમળ આ વખતે ખીલવા જોઈએ. 5 ડિસેમ્બરે ભારે મતદાન થાય, બધા રેકોર્ડ તૂટવા જોઈ.

પીએમ મોદીએ કહ્યું, અંગત કામ સોંપ્યું, અમદાવાદમાં દરેક ઘરે જઈને કહેવાનું કે આપણા નરેન્દ્ર ભાઈ આવ્યા હતા. પીએમ સાહેબ કે મોદી સાહેબ નહીં કરવાનું એ બધું દિલ્લીમાં. કાલે કરેલા સ્વાગત બદલ નરેન્દ્ર ભાઈએ આભાર માન્યો છે. નરેન્દ્ર ભાઇ સરસપુર આવ્યા હતા એમણે પ્રણામ પાઠવ્યા છે, વડીલોને પ્રણામ પાઠવશો. 

(12:58 am IST)