Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અહિંસા ટ્રેનને ઉથલાવવાનું હિંસક કાવત્રુઃ મોસ્‍ટ વોન્‍ટેડને ખાસ ઓપરેશન બાદ ઓરીસ્‍સા પોલીસ દ્વારા ઝડપી લેવાયો

પોલીસ દ્વારા સતત થતી રેડનો બદલો લેવા એક ખોફનાક ષડયંત્ર રચનાર માસ્‍ટરમાઈન્‍ડના ઈરાદા જાણી લોકો નહિ સુરત ક્રાઈમ બ્રાન્‍ચ પણ ચોકી ઉઠી :ભાગેડુ આરોપીઓને શોધવાની ઝુંબેશ જેમના માર્ગદર્શનમાં ચાલે છે તેવા સીપી અજયકુમાર તોમારના ધ્‍યાને આ વાત આવતા ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ એસીપી ભાવેશ રોજીયા અને પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમ દ્વારા અશકય કાર્યને શકાય બનાવી દેવાયું

રાજકોટ, તા.૩:  પોલીસની સતત રેડથી નારાજ થઇ પોતાની ધાક જમાવવા માટે અહિંસા એક્ષપ્રેસ ટ્રેનના ડબ્‍બા આગળ લાકડાના બાંકડા મૂકી ૨૦૧૭મા ટ્રેન ઉથલાવવાની પ્રયાસ કરવાના ચકચારી મામલમાં જે તે સમયે ૪ આરોપી પકડાયા બાદ બે આરોપી વોન્‍ટેડ હોવાનું પોલીસ કમિશનર અજય કુમાર તોમરનાં ધ્‍યાને આવતા તેમણે ક્રાઇમ બ્રાન્‍ચ એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકી અને ઘણી દેશ વિરોધી પ્રવળતિનો પર્દાફાશ કરનાર એસીપી ભાવેશ રોજિયા વિગેરે સાથે બેઠક કરી ટેકનિકલ સર્વેલન્‍સ બાતમીદારો કામે લગાડવા સાથે ક્રાઇમ બ્રાન્‍ચ ટીમોની રચના કરવાની મહેનત લેખે લાગી છે. મોસ્‍ટ વોન્‍ટેડ આરોપીને ઓરિસ્‍સાના ગાંજામ ખાતેથી ઝડપી લેવામાં આવ્‍યા છે.

આરોપી સચીન ઉર્ફે દિલીપ અરકીત પાંડીનું ઈન્‍ટ્રોગેશન કરતા સુરત એ.કે.રોડ રેલ્‍વે પટરી પાસે આવેલ ઝુપડપટ્ટીમાં ઓરીસ્‍સાવાસીઓ રહેતા હોય અને છુટકમાં દારૂ તથા ગાંજાનો વેચાણ કરતા હોય ત્‍યાં પોલીસ દ્વારા અવાર નવાર રેઈડ કરતા હોય પોતાની ધાક બેસાડવા નવેમ્‍બર-૨૦૧૭ના  સમય દરમ્‍યાન રાત્રીના સમયે પોતે તેના મિત્રો તથા વતનના રહીશો સાથે મળી ગુનાહીત કાવતરૂ રચી રેલ્‍વે પટરી પાસે આવેલ લોખંડનો બાકડો તથા લાકડાનો બાકડો ઉચકી સુરતથી ઉત્રાણ તરફ જતી રેલ્‍વે લાઈનના પાટા ઉપર મુકી ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કરેલ હોવાની હકીકત જણાવતો હોય મજકુરની આ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરવામાં આવેલ છે.

આ આરોપીની યુકિત પ્રયુકિતથી વધુ પુછપરછ કરતા પોતે તેના સાથી મિત્રો સાથે મળી ઓકટોબર-૨૦૧૬ના સમયમ દરમ્‍યાન આશરે ૧૦૦ કિલોગ્રામ જેટલા ગેરકાયદેસર ગાંજાનો જથ્‍થો મંગાવી વરાછા અશ્વિનીકુમાર રોડ અશોકનગર ઝુપડપટ્ટી રૂમનં.૧૧૧ મા વેચાણ કરવા સારૂ સંતાડી રાખેલ હોય ત્‍યા આગળ પોલીસે રેઈડ કરી ગાંજાનો જથ્‍થો જપ્‍ત કરી વરાછા પોલીસ સ્‍ટેશન && ગુ.ર.નં.૧૨૪૦/૨૦૧૬ NDPS ACT-1985ની કલમ-૨૦ (બી), ૨૨ (સી). ૨૯. મુજબનો ગુનો રજીસ્‍ટર કરેલ તેમજ નવેમ્‍બર-૨૦૧૬ના સમય દરમ્‍યાન આશરે ૧૫૦ કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર ગાંજાનો જથ્‍થો મંગાવી વરાછા અશ્વનિકુમાર રોડ અશોકનગર ઝુપડપટ્ટી ન્‍યુ રબી ટેલર્સની બાજુમાં રૂમનં.૫૮માં વેચાણ કરવા સારૂ સંતાડેલ હોય ત્‍યાં આગળ પોલીસે રેઈડ કરી ગાંજાનો જથ્‍થો જપ્‍ત કરી વરાછા પોલીસ સ્‍ટેશનમાં સુપ્રત કરેલ.

(11:37 am IST)