Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગુજરાત રાજય સરકાર કે કેન્દ્ર સરકારનો કોઇ રોલ હાઇકોર્ટની બેંચ સ્થાપિત કરવામાં નથી

તંત્રીશ્રી,

મને ભાજપના સભ્ય તરીકે ૧૮ ઓગસ્ષ્ટ ૧૯૯૯ થી ૧૭ ઓગષ્ટ ૧૯૯૯ થી ૧૭ ઓગષ્ટ ર૦૦પ સુધી ૬ વર્ષ માટે રાજયસભાના સાંસદ તરીકે સંસદીય કાર્યો, લોકસેવાના કાર્યો અને ગુજરાત અને દેશભરના વિકાસના કાર્યોમાં સહભાગી થવાની તક મળી હતી.

મે ૧૧ જુલાઇ ર૦૦૦ ના દિવસે The High Court of Gujarat (Establishment of A Permanent Bench at Rajkot) Bill 2000  રાજયસભા સચિવાલયને, સંસદ સભ્યોના ખાનગી બીલ તરીકે રજુ કરવા નોટીસ આપી હતી જે મંજુર થતા મારા આ બિલ પરની ચર્ચા ૧૦ ઓગષ્ટ ર૦૦૦ ના રોજ રાજયસભામાં શરૃ થઇ હતી, જે અધુરી રહેતાં તા. ર૪ ઓગષ્ટ ર૦૦૦ ના રોજ આગળ ચાલી અને તે દિવસે પુરી થઇ હતી.

બીલની ચર્ચાની શરૃઆત કરતાં મેં બંધારણના માર્ગદર્શન સિધ્ધાંતોની કલમ ૩૯/એ નો હવાલો આપી, દેશના દરેક નાગરિકને સારી રીતે ન્યાય મળવી જોઇએ (Access to get Justice)  બંધારણની કલમ ૩ર મુળભૂત અધિકારીઓની વાત કરે છે તે જ રીતે કલમ રર૬ મૂળભૂત અધિકારો સિવાયના અન્ય અધિકારો માટે જે તે રાજયમાં કોઇપણ ઘટના બને ત્યારે હાઇકોર્ટમાં જઇ અપીલ કરવા અને ન્યાય મેળવવાનું મહત્વનું સાધન છે. (When there in no effective remedy available to a person in equity, it can move the Hight court in an appropriate writ) આ રીતે હાઇકોર્ટનું ખુબ મહત્વ છે.

મહાત્મા ગાંધીજીએ ૧૯૪૮ માં જ કહ્યું હતું કે Law has become the luxury of rish and joy of the gambler   દેશની હાઇકોર્ટમાં લગભગ ૩પ લાખ કેઇસીઝ અને ગુજરાતમાં લગભગ ૧ાા લાખ કેઇસીઝમાં હાઇકોર્ટમાં દાખલ થયા છે જે ૭ વર્ષથી ૧પ વષ્ર્ કે તેથી પણ વધુ સમયથી પડતર છે. સૌરાષ્ટ્ર-કચ્છના પ૦ હજારથી વધુ કેઇસ ગુજરાત હાઇકોર્ટમાં છે. ન્યાય મળવામાં ખુબ જ વિલંબ થાય છે. ન્યાય જલ્દી મળે અને ન્યાય મેળવવાની સવલત (Access) સહેલાઇથી મળવી જોઇએ.

આ ચર્ચા વખતે ર૦૦૦ ના વર્ષમાં તમીલનાડુની મદુરાઇ બેંચ તથા પશિચમ બંગાળની જલપાઇગુડી બેંચની મંજુરી મળી ચુકી હતી પરંતુ ગુજરાતની રાજકોટ બેંચની મંજુરી આજસુધી મળી નથી.

જે કાયદાથી ગુજરાત રાજય, મે ૧૯૬૦ માં અસ્તિત્વમાં આવ્યું એ બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એકટ ૧૯૬૦ ની કલમ ર૮(૩) ની જોગવાઇ એવી છે કે હાઇકોર્ટની બેંચ માટે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સંમતિથી ગુજરાતના રાજયપાલ હાઇકોર્ટની બેંચ સ્થાપિત કરી શકે છે.

ગુજરાત રાજય સરકાર કે કેન્દ્ર સરકારનો કોઇ રોલ

હાઇકોર્ટની બેંચ સ્થાપિત કરવામાંં નથી

દેશમાં અંગ્રેજોના શાસનમાં ૧૦૦ વર્ષ સુધી રાજકોટમાં જયુડીશીયલ કમિશ્નર હતા. ૧૯૪૭ થી ૧૯પ૬ સુધી સૌરાષ્ટ્ર રાજય હતુ તે રીતે હાઇકોર્ટ જ રાજકોટમાં હતી. ૧૯પ૬માં મુંબઇનું દ્વિભાષી રાજય બનતા મુંબઇ રાજધાની બનતા ૧૯પ૬ થી ૧૯૬૦ સુધી પણ દ્વિભાષી મુંબઇ હાઇકોર્ટની બેંચ રાજકોટમાં હતી, , મે ૧૯૬૦ થી ગુજરાત રાજય અસ્તિત્વમાં આવતા રાજકોટની હાઇકોર્ટ બેંચ છીનવાઇ ગઇ.

ગુજરાત હાઇકોર્ટ હાલ ગાંધીનગરમાં જ છે, ગુજરાત રાજયનો જે રીતે વિકાસ થયો છે, વસ્તી વધી છે, કાયદાઓની ગુંચવણી વધતી જાય છે મૂળભૂત અધિકારો સિવાયના અધિકારોની રક્ષા માટે, બંધારણની કલમ રર૬ હેઠળના સંખ્યાબંધ કેઇસીઝ કરવા પડે છે ત્યારે ન્યાય ઝડપી મળે, ન્યાય મળવાની સવલત (Access) હોય, તે માટેહવે રાજકોટ અને સુરતમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચીઝ સ્થપાય તે અનિવાર્ય છે.

સેવાનિવૃત જસ્ટીસ જશવંતસિંહ કમીશને હાઇકોર્ટની બેચ માટે ર૧ માપદંડ નકકી કર્યા છે પરંતુ બેચ માટેનું સુચિત સ્થળએ વિસ્તારની મધ્યમાં છે કેમ એ મહત્વનું છે. રાજકોટ-કચ્છ સૌરાષ્ટ્ર મધ્યમાં છે, સુરત દક્ષિણ ગુજરાતના મધ્યમાં છે, ગાંધીનગર ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના મધ્યમાં છે આમ ત્રણે વિસ્તારોને હાઇકોર્ટનો લાભ, ર નવી બેંચ સ્થાપવાથી મળી શકે તેમ છે. તે સમયે ગુજરાત સરકારે હાઇકોર્ટ બેંચ સ્થાપવા માટે જમીન આપવા તથા મકાન બનાવ આપવા કેબીનેટમાં ઠરાવ કર્યો છે.

રાજયોની પુનઃરચના માટે બનેલ States  Reorganisation Act ની કલમ પ૧(૩) ની જોગવાઇ Not with standing anything contained in sub section (1) or (2) the judges and division courts of the High Court for a New State may also sit at such place or places in that State as the Chief Justice, may with the approval of the Governor appoint.

આમ જો ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ જો સંમતિ આપે અને ગવર્ન મંજુરી આપે તો જ ગુજરાત હાઇકોર્ટની બેન્ચીઝ રાજકોટ અને સુરતમાં સ્થાપિત થઇ શકે.

એક કેઇસમાં મુંબઇ હાઇકોર્ટની નાગપુર બેંચને, હાઇકોર્ટ જ ગણાય એવો નિર્ણય આપતાં તે વખતના ચીફ જસ્ટીસ એમ.સી. ચાગલાએ જણાવ્યું હતું કે, After all courts exist for the convenience of the litigants and not in order to maintain any particular law or any particular system of administration whenever court finds that a particular rule does not serve the convenience of litigants the court should be laways preapred to change the rule.  

આમ State Reorganisation Actની કલમ પ૧(૩) અને Bombay Reorganisation Act  ની કલમ ર૮ (૩) બદલવા માટે દેશની સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજયસભામાં કાયદાકીય સુધારા કરવા માટેનું બીલ કાયદા મંત્રાલય દ્વારા લાવવા ગુજરાતના સંસદ સભ્યોએ જરૃરી કાર્યવાહી કરવી જોઇએ. (બેન્ચીઝ સ્થાપવા માટે કેન્દ્ર સરકારને અધિકાર મળવો જોઇએ.

હેગની ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના મુખ્ય ન્યાયમૂર્તિ નાગેન્દ્રસિંહના નિરીક્ષણ મુજબ ન્યાયમૂર્તિઓની સંખ્યા વધુ  હોવી જોઇએ અને resort  may be had to the establishment of benches in important towns centers, as is well kn own that "Justice delayed is justice denied" No type of appeal/case in High Court should remain in arrears for more than three months, whether in High Court or subordinate Court.  (કોઇપણ કેઇસ નીચલી કોર્ટોમાં કે હાઇકોર્ટમાં ત્રણ માસથી વધુ પડતર રહેવો ન જોઇએ).

લો કમીશનના ૧રપમાં રીપોર્ટમાં તો સુપ્રિમ કોર્ટની બેંચીઝ પૂર્વોતર ભારત, દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતમાં કરવી જોઇએ એમ કહેતા તે વખતના સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ જે.એસ. આનન્દે કહ્યું કે, Failure of Judiciary to deliver justice within time frame has brought about a sense of frustration among litigants, human hub had its limits and waiting too long in current lifestyle is not possible.

સુપ્રિમ કોર્ટના સૌથી પહલા ગુજરાત મુખ્ય ન્યાયધીશ હરીલાલ કનીયાએ કહ્યું છે કે, Apex court shall devise ways & means of overcoming, whatever difficulties that might crop in setting up Regional Benches, so as to extend its benivolent arm of law to the poorest of the poor litigants across the country.

સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંગનાથ મિશ્રા (ઓરિસ્સા) એ રાજય સભામાં ચર્ચામાં ભાગ લઇ રાજકોટ બેન્ચ માટે ટેકો આપ્યો છે, આંધ્રપ્રદેશના પ્રભાકર રેડ્ડી, તામીલનાડુના એસ.જી. ઇન્દિરા એ પણ ટેકો આપ્યો છે.

ટોચના ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ તે વખતે વીલને ટેકો આપી કહેલું કે પ્રબુધ્ધ વર્ગની લાગણી છે કે રાજકોટને આ ગંભીર અન્યાય છે. જેઠમલાણીએ વધુમાં કહ્યું કે બંધારણના આર્ટીકલ ૧૩૦ મુજબ સુપ્રિમ કોર્ટ દિલ્હી અને અન્ય સ્થળોએ, રાષ્ટ્રપતિની મંજુરીથી બેસીવી જોઇએ. લોકશાહીમાં લોકોની અપેક્ષા, ઇચ્છા, જરૃરીયાત સરકારો સમજતી હોય છે. તેથી સરકારે જરૃર પડયે કાયદાકીય જોગવાઇમાં સુધારો કરવો જોઇએ. કા.રા. સુબ્બીરામાં (તાલીમનાડુ) ટેેકો આપ્યો છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અહમદ પટેલે રાજકોટ અને સુરતનમાં ર બેન્ચ બનવી જોઇએ તેમ કહ્યું હતું. ટોચના ધારાશાસ્ત્રી ફલી નરિમાને કહ્યુ કે ઘણા મામલામાં રીટ પીટીશન, રર૬ હેઠળ દાખલ કરવી પડે તેથી સરકીટ બેન્ચથી શરૃઆત કરી કાયમી બેન્ચ તરફ જવુ જોઇએ. ટોચના ધારાશાસ્ત્રી, બ્રિટનમાં એમ્બેસેડર રહેલા ડો. એલ.એમ. સિંધવીએ કહેલું કે ગુજરાતની રેક સરકારે હાઇકોર્ટ બેન્ચની રાજકોટ સુરત માટે માંગણી કરી છે તે વ્યાજબી છે. દેશના અનેક રાજયોમાં હાઇકોર્ટ બેન્ચ સ્થાપવાની માંગણી વ્યાજબી હોવા છતાં સુપ્રીમકોર્ટ-હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓની વિચારધારા અનુકુળ નથી એમ તે વખતના કાયદા પ્રધાન અરૃણ જેટલીને જવાબમાં કહ્યું હતું.  રસ્તો એક જ છે સંસદના બન્ને ગૃહો બ્નેન કાયદાની સંંબંધિત કલમો સુધારે અથવા રદ કરે તો જ હાઇકોર્ટ બેન્ચ મળે.(૯.ર) 

- લી. લલિતભાઇ મહેતા

પૂર્વ સંસદ સભ્ય (રાજયસભા)

મો. ૯૪ર૮ર ૦પપપપ

(11:49 am IST)