Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

૮ વર્ષ પછી લઘુત્તમ દૈનિક વેતન સુધારશે ગુજરાત સરકાર

છેલ્લે ૨૬ ડીસેમ્‍બર ૨૦૧૪ તારીખે કરાયો હતો સુધારો દરેક કામદારને ઓછામાં ઓછા ૧૦૦ રૂપિયાનો વધારો મળવાની શકયતા

નવી દિલ્‍હી, તા.૩: ૮ વર્ષના અંતરાલ પછી ગુજરાત સરકારે લઘુતમ દૈનિક વેતન સુધારવાની કસરત શરૂ કરી છે. સ્‍કીલ્‍ડ, સેમી સ્‍કીલ્‍ડ અને અનસ્‍કીલ્‍ડ કામદારોના વેતન સુધારણાનો ડ્રાફટ તૈયાર થયો છે ત્‍યારે સફાઇ સેવાઓના કામદારોના લઘુત્તમ દૈનિક વેતન નક્કી થઇ ચૂકયા છે.

‘એ' વિસ્‍તાર (અમદાવાદ મ્‍યુનીસીપલ કોર્પોરેશનની હદ) માટે અને બી વિસ્‍તાર (અન્‍ય સાત મ્‍યુનીસીપલ કોર્પોરેશનની હદ) માટે તે ૪૫૨ રૂપિયા અને રાજયના અન્‍ય વિસ્‍તાર માટે તે ૪૪૧ રૂપિયા રહેશે.

રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રાફટમાં રાજયને બે ભાગમાં વહેંચવામાં આવ્‍યુ છે. ઝોન ૧માં મ્‍યુનીસીપલ કોર્પોરેશનોની હદનો વિસ્‍તાર અને ઝોન-૨માં રાજયનો અન્‍ય વિસ્‍તાર રહેશે. ડ્રાફટમાં કયો કામદાર સ્‍કીલ્‍ડ, સેમીસ્‍કીલ્‍ડ અને અનસ્‍કીલ્‍ડ શ્રેણીમાં આવશે તે વ્‍યાખ્‍યાયિત કરાયું છે અને વિભીન્‍ન ઉદ્યોગોની યાદી પણ અપાઇ છે.

કામદાર કયા ઝોનમાં આવે છે તેના  આધારે ડ્રાફટમાં સ્‍કીલ્‍ડ, સેમી સ્‍કીલ્‍ડ અને અનસ્‍કીલ્‍ડ કામદારોના લઘુતમ દૈનિક વેતનમાં લગભગ ૧૦૦ રૂપિયાનો વધારો ડ્રાફટની ભલામણોમાં કરાયો છે.

સરકારે છેલ્લે લઘુત્તમ દૈનિક વેતનમાં સુધારો ૨૬ ડીસેમ્‍બર ૨૦૧૪ના દિવસે કર્યો હતો. સરકારમાં રહેલ સુત્રોએ કહ્યું કે સાફ સફાઇની સેવાઓના કામદારોના લઘુત્તમ દૈનિક વેતનમાં સુધારો ૨૨ ડીસેમ્‍બર ૨૦૨૨ના રોજ નક્કી થઇ ગયો હતો અને સરકાર આગામી કેટલાક સપ્‍તાહોમાં અન્‍ય કામદારોના વેતનની પણ જાહેરાત કરી દેશે.

(12:47 pm IST)