Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રવિવારે ઓર્ગેનિક ગોળ કિલોના રૂા. ૭૦

 

મધ રૂા. ર૪૦નું કિલોઃ વિવિધ ફળ-ફુલના રોપ, તલની સાની વગેરે રાહત દરે

રાજકોટ, તા. ૩ : ઓર્ગેનિક દેશી ગોળ કે જે કોટડા સાંગાણી ના ખેડૂત જાતે વેચવા આવશે, આ ગોળ જૂની દેશી પદ્ધતિ થી બનાવવા માં આવે છે, શેરડી ના રસ માંથી મેલ કાઢવા માટે માત્ર ભીંડી નું પ્રવાહી નાખી મેલ કાઢયા પછી કોઈ પણ જાત ના કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી, આ ગોળ આરોગ્‍ય માટે શક્‍તિવર્ધક અને શ્રેષ્ઠ છે.  કાળા અને સફેદ તલ ની શાની, સિંગતેલ, તલ નું તેલ, કાળી પોચી શેરડી ખેડૂત જાતે વેચવા આવશે.

વિષણવેલ (ગડુ) ના ખેડૂતો કુદરતી રીતે પાકેલ કેળાં નું વેચાણ કરવા અહી આવશે. મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને કાશ્‍મીરી ગુલાબ, ઇંગ્‍લિશ ગુલાબ, દિન કા રાજા, એકસોરા, વગેરે નું રોપા નું રાહત દરે વિતરણ.

આંગણે વાવો શાકભાજી ને પ્રોત્‍સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળશે સાથે સાથે ફૂલછોડ : કાશ્‍મીરી અને ઈંગ્‍લીશ ગુલાબ ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્‍મસ ટ્રી, એક્‍શ્‍ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે. એલોવેરા જેલ : અલોવેરા જ્‍યુસ અને સપ્ત્‌ચુર્ણ રાહત દરે મળશે. દેશી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, અથાણાં માટે ગુંદા.  વિવિધ જાત ના દેસી મુખવાસ અને દેસી અથાણાં. છાણિયું ખાતર, લીંબડા નો ગળો, વિવિધ જાત ના કઠોડ, માટી અને પ્‍લાસ્‍ટિક ના કુંડા.

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્‍કારી સાહિત્‍ય ના પુસ્‍તકો પાછા આપવાની શરતે વિનામુલ્‍યે વિશ્વનિડમ ગુરુકુલમ તરફ થી આપવામાં આવશે.   આ બધું ખેડૂતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્‍થા જગ્‍યા અને પ્રચાર ની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે. નવરંગ આયોજિત કાર્યક્રમ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો, તારીખ : ૦૫/૦૨/૨૦૨૩ (દર રવિવાર)રાજકોટ સમયઃ  સવારે ૮ થી ૧ યોજાયો.

(4:08 pm IST)