Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વિરમગામ સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતીની ઉજવણી કરાઇ

વિરમગામ સમસ્ત લુહાર-સુતાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ વિરમગામ દ્વારા શ્રી વિશ્વકર્મા ભગવાનની મહાપૂજાનો ઉત્સવ ઉજવાયો : વિશ્વકર્મા ધામ ખાતે વિશ્વકર્મા ભગવાનનું પુજન, આરતી, પ્રસાદ, અન્નકુટ સહિતના કાર્યક્રમ યોજાયા

    ફોટો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : મહા સુદ તેરસે સમગ્ર દેશમાં ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા સહિત જિલ્લાભરમાં ગજ્જર સુથાર, લુહાર સુથાર, શિલ્પી, સમાજના ઇષ્ટદેવ સૃષ્ટિના શિલ્પકાર ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના વિશ્વકર્મા ધામ ખાતે વિરમગામ સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા વિશ્વકર્મા ભગવાનનું પુજન, આરતી, પ્રસાદ, અન્નકુટ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત લુહાર સુતાર જ્ઞાતિની વાડી ખાતે મહા સુદ તેરસના રોજ સમગ્ર વિશ્વના રચયિતા શ્રી ભગવાન વિશ્વકર્માની જન્મજયંતી નિમિત્તે શ્રી વિશ્વકર્મા ભગવાનની મહાપૂજાનો ઉત્સવ  વિરમગામ સમસ્ત લુહાર-સુતાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા યુવક મંડળ વિરમગામ દ્વારા યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ભગવાન વિશ્વકર્માએ પોતાના પુત્રો મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞને પૃથ્વી પર મોકલી સર્જન કાર્ય કરવા આદેશ આપ્યો હતો. ભગવાન કૃષ્ણની ઇચ્છા પ્રમાણે વિશ્વકર્માએ સમુદ્રની મધ્યમાં દ્ધારકા નગરીનું નિર્માણ કર્યું હતું. મહા સુદ તેરસને સમગ્ર દેશમાં ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિશ્વકર્માના વંશજો જેમને માનવામાં આવે છે તેવા મનુ(લુહાર), મય(સુથાર), ત્વષ્ટા(કંસારા), શિલ્પી અને દેવજ્ઞ (સોની) સમાજના લોકો પોતાના પૂર્વજ એવા ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરી કૃતજ્ઞ બને છે. ભગવાન વિશ્વકર્માને શાસ્ત્રોમાં સર્જનના દેવ તરીકે વર્ણવામાં આવ્યા છે.

 

(7:35 pm IST)