Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રાજ્યના નાગરિકોની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨ અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨ હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે.    

 મુખ્યમંત્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા ભુપેન્દ્ર ભાઈ પટેલે આ જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.

(8:11 pm IST)